કાલોલ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાંથી પસાર થતી ગોમા નદીમાં મામલતદાર એ છાપો મારતાં રેતી ભરતાં બે ટ્રેક્ટરમાંથી એકને ઝડપી પાડ્યો…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા ગોમાં નદીમાં બેફામ રેતી ખનન થતું હોય છે.આવા રેતી ખનણનાં કલમ કી સરકાર ન્યૂઝ ના સમાચારના અહેવાલો પ્રકાશિત થતાં કાલોલ મામલતદાર દોડતાં થઈ ગયાં હતાં.સ્થાનિક તંત્ર એક્સનમાં આવી કાલોલ તાલુકાના આંતરીયાળ વિસ્તારમાંથી પસાર થતી ગોમાનદીમાં મંગળવારે સવારે અચાનક મામલતદાર કચેરીની ટીમે ગોમા નદીમાં રેતી ખનણ કરતાં ખનણ માફીયાઓ પર છાપો માર્યો હતો.કાલોલ સુરેલી,ઘુસર,ચલાલી ગોમાં નદીમાં મામલતદાર, ન્યાય મામલતદાર કચેરીના સ્ટાફે છાપો મારતાં નદીમાં રેતી ઊલેકતો બે ટ્રેક્ટર ઝડપી પાડયા હતા.જેમાં એક ટ્રેક્ટર ચાલક મામલતદારની ટીમનાં શકંજામાથી નાશી છુટ્યા હતાં. જ્યારે એક રેતી ભરેલ ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડી કાલોલ મામલતદાર કચેરી ખાતે લાવી ખાનખનિજ વિભાગને રીપોર્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here