મોરબીમાં તહેવારોને ધ્યાને રાખી ભૂગર્ભ ગટર ચેરમેન દ્વારા ભૂગર્ભ ગટર સફાઇ અભિયાન શરૂ

મોરબી, આરીફ દીવાન :-

મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 13 સહિત પાલિકાની હદમાં આવેલા વિસ્તારોમાં કોમી એકતાના પ્રતીક હિંદુ-મુસ્લિમ તહેવારો નેધ્યાન માં લઈ હાલ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાલિકાદ્વારા પ્રજાહિત કામ કરવા લાગી !

મોરબી શહેર મા વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ચેરમેન હનીફભાઇ મોવર સહિત પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ ભાઈ સરેયા અને પમુખ કે કે પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના મોરબી નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો દ્વારા મોરબી શહેરને સૌરાષ્ટ્રનું પેરિસ બનાવવા અંતર્ગત પરિસ્થિતિને ધ્યાને રાખી હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે વોર્ડ નંબર ૧ થી ૧૩ માં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગંદકી કચરા સાફ સફાઈ કરી ગટરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે મોટાભાગની ભૂગર્ભ ગટરમાં સફાઈ કામગીરી હાથ ધરેલ હોય જેના ભાગરૂપે ભૂગર્ભ ગટર ચેરમેન હનીફભાઇ મોવર અને પાલિકાના ચીફ ઓફિસર નું માર્ગદર્શન સમગ્ર વિસ્તારમાં પ્રજાહિત કાર્ય હાથ ધરવામાં આવી હોય તેમ મોટાભાગની ભૂગર્ભ ગટરો અને ભૂગર્ભ ગટરો માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે હાલ જશને ઈદે મિલાદ ઉન નબી અને નવરાત્રી સહિત દીપાવલી હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે જે સ્વચ્છ ભારત અભિયાન અને ભૂગર્ભ ગટર સાફ-સફાઈ કરવામાં આવી રહી છે જે તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here