નામાંકિત સંસ્થા મજલીસે હમદર્દાને મિલ્લત સંસ્થા દ્વારા માંગરોલમા પોલીસ ભરતી ટ્રેનીંગ કેમ્પ શરુ કરાયો

માંગરોળ,(જૂનાગઢ) આરીફ દિવાન (મોરબી) :-

પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢ જિલ્લાના માંગરોલ શહેરમા વર્ષો જૂની અને નામાંકિત સંસ્થા મજલીસે હમદર્દાને મિલ્લત સંસ્થા દ્વારા આવનારી આગામી પોલીસ ભરતી સંદર્ભે માંગરોલ ખાતેના ટાવર ગ્રાઉન્ડમા પોલીસમા ભરતી થવા ઈચ્છુક યુવાનો માટે ટ્રેનીંગ અને માર્ગદર્શન માટે તદ્દન ફ્રી ટ્રેનીંગ કેમ્પ શરુ કરવામા આવેલ છે. આ ટ્રેનીંગ કેમ્પ સતત 8 આઠ દિવસ ચાલુ રાખવામા આવશે.
આ ટ્રેનીંગ કેમ્પ મા જાણીતા એવા એક્સ આર્મી મેન કાસીમ ખાન દ્વારા આપવામા આવશે જેઓ મોટિવેશન સ્પીકર પણ છે અને અમદાવાદ રીવર ફ્રન્ટ ખાતે પણ તાલીમ આપે છે.
આવનારી પોલીસ ભરતીમા સામેલ થવા ઈચ્છુક યુવાનોએ આ ટ્રેનીંગ અને માર્ગદર્શન કેમ્પ જોઈન્ટ કરવા સંસ્થાના હોદ્દેદારોમા સંસ્થા ના પ્રમુખ સૈયદ એહમદમીયા અ.સલામ, ઉપ પ્રમુખ ઝાકીરભાઈ શેખ,જનરલ સેક્રેટરી હસનભાઈ એમ.વરામ, જોઈન્ટ સેક્રેટરી મૌલાના કરુડ મો.હુસેન આદમભાઈ તથા ખજાનચી અ.અઝીઝ મો.હુસેન પીર દ્વારા અપીલ કરવામા આવેલ છે. સંસ્થાની આ સેવાક્રીય પ્રવૃતિને લોકોએ બીરદાવેલ છે. આ અગાઉ પણ આ સંસ્થા એ ઘણા પ્રજાલક્ષી સેવાના કાર્યો કર્યા છે અને ભવિષ્ય મા પણ આ કાર્યો ચાલુ રાખવાનો ધ્યેય છે.
હાલ ચાલુ થયેલ પોલીસ ટ્રેનીંગ ભરતી કેમ્પ મા ઘણા યુવાનો ભાગ લઈ રહ્યા છે. તેવું જુનાગઢ જિલ્લાના AIMIM પ્રમુખ સુલેમાનભાઈ પટેલે અખબારી યાદીમા જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here