મળશન ગામના ખેડૂતો દ્વારા ખેતી કામ અર્થે રસ્તા માટે ધરણા પર બેસી ઉગ્ર વિરોધ દર્શાવી રસ્તાની માંગ કરવામાં આવી

તિલકવાડા,(નર્મદા) વસીમેમણ :-

હાલ થોડા સમય અગાઉ ડભોઇ ચાણોદ કેવડીયા વચ્ચે રેલવે નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું કરોડો રૂપિયાના ખર્ચે રેલવે લાઇન નાખવામાં આવી હતી પણ કેટલાક વિસ્તારોમાં ખેતી કામ અર્થે આવવા જવા માટે રસ્તાની સમસ્યા ઉઠવા પામી હતી જેમાં તિલકવાડા તાલુકાના મળશન ગામ નજીક રેલવે લાઇન પડતા અંદાજીત 40 જેટલા ખેડૂતોની 300 એકર જેટલી જમીન માં ખેતી કામ અર્થે અવર જવર માટે રસ્તાની સમસ્યા ઊભી થતાં થોડા દિવસ અગાઉ મળશન વડિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરીને તિલકવાડા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તારીખ 23.12.2020 ના રોજ ખેડૂતો દ્વારા ધરણા પર બેસી ને ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો જેના પગલે રેલવેના અધિકારીઓ તેમજ તિલકવાડા વહીવટી તંત્રના અધિકારીઓ મળશન ગામ નજીક રેલવે સ્થળ પર પહોંચી ગયા હતા અને અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સમાધાન થયું હતું. જેમાં સમસ્યા નો વહેલી તકે નિકાલ કરી આપવા તેમજ અવર જવર ના સાધનો જેવાંકે બદળગાડું હલકડું ટ્રેકટર વગેરે સાધનો લઈ જવા કાયમી ધોરણે પાકો રસ્તો બનાવી આપવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું જેના લીધે આંદોલન પરત ખેંચવામાં આવ્યું હતું.

ખેડૂતો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે રેલવે લાઈન પડવાથી મળશન અને આસ પાસ ના ગામ ના 40 જેટલા ખેડૂતો ને ખેતી કામ માટે જવા આવવા માં ભારે તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતો દ્વારા ઉચ્ચ અધિકારીઓને પણ ઘણી વાર રજુઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી આ રસ્તા માટે કોઈ પણ કામગીરી કરવામાં આવતી ન હોવાથી ખેડૂતો દ્વારા આજ રોજ ફરી એકવાર ધરણા પર બેસવાની જરૂરિયાત ઉભી થઇ છે અને ખેડૂતો દ્વારા ધરણા પર બેસીને રસ્તા નો વહેલી તકે નિકાલ કરી આપવા માટે માંગ કરવામાં આવી છે અને જો આ સમસ્યા નો વહેલી તકે નિકાલ કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here