કાલોલ તાલુકાના કાનોડગામ નજીક મોટર સાઇકલ પર જઈ રહેલ માતા-પુત્રને ટક્કર મારતા માતા ઈજાગ્રસ્ત

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામે રહેતા જયદીપ કિરણસિંહ રાઠોડ ગત તા ૩૦/૧૦ ના રોજ બપોરના દોઢ વાગે બેઢીયા ખાતે મામા ના ધરે જઈ તેમને ઘરે મોટરસાયકલ ઉપર તેઓની માતા સાથે પરત જઈ રહ્યા હતા ત્યારે અંબાલા ચોકડી થી વેજલપુર જતા કાનોડ ગામ નજીક પટ્ટી રોડ ઉપર એક મોટરસાયકલ ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી જયદીપસિંહ ની મોટર સાયકલને પાછળથી અથડાવી દેતા અકસ્માત થયેલ જયદીપભાઈ ને કોઈ ઇજાઓ થઇ નહોતી પરંતુ તેમની માતા જનકબેન ડાબા પગે પાની ના ભાગે આગલુ વ્હીલ ભરાઈ જતા રોડ ઉપર પડવાથી જમણા હાથને ખભાના ભાગે ડાબા પગના નીચેના ભાગે જમણા હાથની કોણી નો ભાગ છોલાઈ જતા ઈજાઓ પહોંચી હતી અકસ્માત થતા મોટરસાયકલ ચાલક પોતાનું વાહન લઇને ફરાર થઇ ગયેલ જેનો નંબર જયદીપસિંહે નોંધ કરી લીધેલ ત્યારબાદ પોતાના મામા ના છોકરા ને જાણ કરતા ખાનગી વાહનમાં સારવાર માટે હાલોલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે લઇ ગયા હતા જેની સારવાર કરાવ્યા બાદ પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે મોટરસાયકલ નંબર જીજે ૧૭ બી પી ૨૫૫૧ ના ચાલક વિરુદ્ધ અકસ્માત કરી ભાગી જવા બાબત નો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here