મદ્રેસા એ દારુલ ઉલુમ મહમુદિયા વેગા ડભોઇ ખાતે “મુફ્તી ઇમરાન સાહબના હસ્તે ધ્વજારોહણ કરી 73 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

કોરોના વોરિયર્સ હાફિઝ ઇલ્યાસ દ્વારા પણ ધ્વજારોહણ કરાયું

ડભોઇ વેગા સ્થિત આવેલ મદ્રેસા એ દારૂલ ઉલુમ મહમુદિયા ખાતે 73 માં ગણતંત્ર દિવસ નિમિત્તે હજરત મોલાના ઇમરાન સાહેબના હસ્તે ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી પ્રજાસત્તાક દિવસ ઉજવાયો.
૧૫મી ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું અને 26 મી જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ ને આત્મસાત કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ભારતને લોકશાહી, સર્વભોમ અને પ્રજાસત્તાક દેશ જાહેર કરવામાં આવ્યો હતો. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 26 મી જાન્યુઆરી 1950 ના રોજ 21 તોપોની સલામી આપીને ધ્વજારોહણ કરી ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારથી સમગ્ર દેશમાં આ દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે હર્ષોલ્લાસ સાથે રંગેચંગે ઉજવવામાં આવે છે.
જ્યારે આ પ્રસંગે જમિયતે ઉલામાએ હિન્દ ગુજરાતના સેક્રેટરી મુફતી ઇમરાન ડભોઇના જનરલ સેક્રેટરી હાફિઝ ઇલિયાસ અત્તરવાલા અને દારૂલ ઉલુમ મહમુદીયા ના સ્ટાફ માં મોલાના ઈસ્માઈલ, મોલાના મિસ બાહઉદ્દીન,મોલાના નઈમ, અને જમિયતે ઊલમાએ હિન્દના કાર્યકરોમાં હાફિઝ રીજવાન લક્કી,હાફિઝ રિયાઝ, મોલાના મુસ્તકીમ, સકિલ ભાઈ મન્સૂરી, તેમજ મકબુલ મુલ્લાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here