શહેરા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડે ભારે જનમેદની સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

તાલુકા સેવાસદન ખાતે ચુટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતું.જેમા ઉમેદવાર જેઠાભાઈ ભરવાડના સમર્થકો તેમજ મોટી સંખ્યામા ભાજપાના કાર્યકરો ઉમટી પડ્યા હતા

પંચમહાલ જીલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો માટે બીજા તબ્બકામાં પાંચમી તારીખે ચુટણી યોજાવાની છે.જેને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે.કાલોલ અને ગોધરામાં ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પુર્ણ થઈ છે,ત્યારે શહેરામાં આજે ભાજપના ઉમેદવાર દ્વારા જંગી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવામા આવ્યુ હતુ,શહેરા વિધાનસભા બેઠક માટે ભાજપા દ્વારા 6 વખત ટીકીટ જેઠાભાઈ ભરવાડને આપવામા આવી છે.અણિયાદ ચોકડી ખાતે આવેલા ભાજપા કાર્યાલયથી જેઠાભાઈ ભરવાડ ચાલતા શહેરા સેવાસદન ખાતે પહોચ્યા હતા.અને ચુટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતુ.તેમની સાથે મોટી સંખ્યામા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ અને આપ પક્ષના દિગ્ગજ નેતાઓ પણ આજના દિવસે ફોર્મ ભરવા માટે પહોંચી ગયા હતા. આજે જુદા જુદા રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા સેવા સદન ખાતે પહોંચી ગયા હતા.ત્યારે જે જગ્યાએ જે વિધાનસભા માટે ઉમેદવારી પત્રક ફોર્મ ઉમેદવારો ભરવાનું હોય છે ત્યાં એક સાથે બીજેપી માંથી જેઠાભાઇ અને આમ આદમી પાર્ટી માંથી તખતસિંહ પાર્ટીના સમર્થકો સાથેના ઉમેદવારો ભેગા થઈ ગયા હતા.આજે દિવસ દરમિયાન ઉમેદવારી પત્રક ભરવાના સ્થળ પર જાણે કોઈ મેળો લાગ્યો હોય તેમ જુદા જુદા રાજકીય પક્ષો અને ઉમેદવારોના જયઘોષથી શહેરા ગુંજી ઉઠ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here