ભારતભરમાંથી ગરબાને વિશ્વ સાંસ્કૃતિક ધરોહરમાં નામાંકન થતા તેની જીલ્લા કક્ષાએ ઉજવણી કરવામાં આવશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગુજરાત ગરબાની ભૂમિ હોવાને કારણે તેમજ આ યુનેસ્કો શિલાલેખને રાષ્ટ્રીય ગૌરવની બાબત ગણીને, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ આ સીમા-ચિન્હ ઉપલબ્ધિને ઉજવવા માટે ‘ગરબા’ ઈવેન્ટનું આયોજન જીલ્લા કક્ષાએ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જીલ્લાના સ્થાનિક સમુદાયો અને સંબંધિત સાંસ્કૃતિક સંસ્થાઓને સામેલ કરીને ગરબા રમવા માટે આયોજન કરવામાં આવેલ છે. 6 ડિસેમ્બર, 2023 ના રોજ સમગ્ર કાર્યક્રમનું સાંજે 6:00 PM થી 9:00 PM કલાકે બોત્સ્વાના ખાતેથી લાઇવ વેબકાસ્ટ કરવામાં આવનાર છે.
આ ઉજવણીના ભાગ રૂપે છોટાઉદેપુરના ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગરબાનો કાર્યક્રમ તા.૬ ડિસેમ્બરના રોજ સાંજે ૫:૦૦ કલાકથી ૯.૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય માટે આ એક સિદ્ધિ હોઈ તેની ઉજવણી કરવા માટે છોટાઉદેપુર જીલ્લાના તમામ ગરબા-ખૈલેયાઓ અને જીલ્લાના તમામ જનતાને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here