તીલકવાળા પોલીસે અકસ્માત કરી ભાગી ગયેલા આરોપીને ફોરવ્હીલર સાથે ઝડપી પાડયો

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના લીમપુરા ચોકડી પાસે તારીખ 3.12.2020 ના રોજ મોટરસાયકલ અને ફોર વ્હીલર કાર વચ્ચે અકસ્માત થયો હતો કાર ચાલક અકસ્માત કરી સ્થળ પર થિ ભાગી ગયો હતો જ્યારે આ અકસ્માતમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક ઈસમને ગંભીર ઈજા થતા તેઓને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતની ફરિયાદ તારીખ 03.12.2020ના રોજ તિલકવાડાં પોલીસ મથકે નોંધાઈ હતી.

સદર ગુનો અંડીટેકટ હોય નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા વિભાગના વાણી બેન દુધાત ના માર્ગદર્શન મુજબ અંડીટેકટ ગુનો ડીટેકટ કરવા તપાસ દરમિયાન અકસ્માત વારી જગ્યાએ થી કારની આગળ ની હેડ લાઇટ તથા આગળની બોડીના પાર્ટ મળી આવ્યા હતા જેના પરથી ફોર વ્હીલ કાર ફોકસવેગન હોવાની હકીકત મળેલ જેના આધારે કંપનીના મેનેજર ને માહિતી આપી કોઈ સમારકામ માટે ગાડી આવી હોય તો માહિતી આપવા જણાવેલ તેમ છતાં કોઈ ફળદાયક મળી આવેલ નહીં.

વધુ તપાસ દરમિયાન બાતમીદાર થિ માહિતી મળેલ તથા સીસીટીવી કેમેરાના આધારે સદર ગુનો ડીટેકટ થયેલ હોય આ કામના આરોપી શાહ અમિત કુમાર શાંતિલાલ જય સંતોષી નગર સોસાયટી વડોદરા ને ઝડપી ને પાડીને અટક કરવામાં આવી હતી એને ગુનામાં સંડોવાયેલ વાહન વૉક્સવેગન ફોર વ્હીલ ગાડી નંબર GJ.06.JE.6001 ને તિલકવાડાં પોલીસ સ્ટેશને રાખી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here