રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 56 પરના જબુગામ બસ સ્ટેન્ડ હાઇવે નજીક આવેલા સીમલ ફળિયામાં ઘર નજીક રમતા ચાર વર્ષના બાળક પર હાઇવા ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળ્યા…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

માસુમનું તરત જ ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ કરુણ ઘટનાને કારણે વિસ્તારમાં શોક વ્યાપી ગયો

જબુગામમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ઘર બહાર રમતા બાળકને હાઈવા ટ્રક ચાલકે કચડી નાખતા માસુમનું મોત નિપજયું છે ત્યારે અકસ્માત ઝોન ગણાતા રા.ધો.માગૅ નં. 56 પરના બોડેલી તાલુકાના જબુગામ હાઈવે માર્ગ પર બસ સ્ટેન્ડ પાસે આજે એક કરુણ ઘટના સામે આવી છે છોટાઉદેપુર રોડ તરફથી આવતી હાઈવા ટ્રક નં GJ, 6 XX 9343 ચાલકે પોતાના કબ્જાની હાઈવા ટ્રકને બેદરકારી રીતે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી રોડની સાઈડમાં રમતા વંશ સુનીલભાઈ તડવી ઉ.વષૅ.4ને આગળથી એક્સિડન્ટ કરી આગળના વ્હીલ ચડાવી દેતાં છાતી તથા પેટના ભાગે આખું શરીર કચડી નાખી ધટના સ્થળે જ માસુમનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતું ત્યારે એક બેફામ હાઈવા ટ્રકના કાળ મુખા પેંડા ફરી વળતાં ઘરના આંગણે રમી રહેલા માસુમ બાળકનો જીવ ગયો છે ફૂલ સ્પીડે આવી રહેલા ટ્રકના આગળના પેંડા બાળક પર ચઢી જતા ચાર વર્ષના વંશનું મોત નીપજ્યું છે બનાવની જાણ થતાં જ બોડેલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃત બાળકને પોસ્ટમોર્ટમ માટે જબુગામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પીએમ બાદ બાળકના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે બોડેલી પોલીસ મથકે માસુમના પિતાએ ટ્રક ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે જરૂરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here