બોલેરો પીકઅપ ડાલામાં શાકભાજી ભરવાના ખાલી કેરેટની આડમાં સંતાડેલ વિદેશી દારૂ પકડી પાડી વિદેશી દારૂ હેરાફેરી કરવાના નેટવર્કનો પર્દાફાશ કરતી ડીસા રૂરલ, બનાસકાંઠા પોલીસ

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ દારૂ/ જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે,બશ્રી કુશલ ઓઝા, નાયબ પોલીસ અધીક્ષક ડીસા વિભાગ ડીસાનાઓના માર્ગદર્શન મુજબ, શ્રી એસ.એમ.પટણી, પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનાઓ પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમી હકિકત આધારે વોચ તપાસમાં રહી ત્વરીત કાર્યવાહી કરી બોલેરો પીકઅપ ડાલામાં ગેરકાયદેસરની ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વિદેશી દારૂ/ટીનની પેટી નંગ-૨૯ જે કુલ બોટલ નંગ-૧૩૪૪, કિ.રૂ.૧,૫૬,૭૨૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા બોલેરો પીકઅપ ડાલા નંબર : GJ 08 Z 4700, કિ.રૂ.૨,૫૦,000/- એમ મળી કુલ કિ.રૂા.૪,૧૬,૭૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી આરોપીએ રાજસ્થાન રાજય નિર્મિત ગે.કા.વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ શાકભાજી ભરવાના ખાલી કેરડટની આડમાં ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્રનો પાર્દાફાશ કરી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. જેની વધુ તપાસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે.

પકડાયેલ આરોપીઓઃ- દેવારામ સાઓ લાધારામ પદમાભાઈ દેવાશી(રબારી) ઉ.વ.૨૫ રહે.મકાન નં.૩૪૭, રેલ્વે વિસ્તા, દહીંપુર તા.રાનીવાડા જી.જાલોર (રાજસ્થાન).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here