JMC ની બેદરકારી આવી સામે હવે શું નવી બીમારી નોતરશે…!!?

જામનગર,
અકબર દીવાન

જામનગરમાં કોવિડ-19 ના ઘણા બધા પોઝિટિવ કેસ સામે આવ્યા છે માટે આ વાયરસ સિવાય બીજી નવી બીમારી જામનગરમાં ફેલાય નહીં તેની જેએમસીએ તકેદારી રાખી સફાઇ ઝુંબેશ સેનેટાઇઝર છટકાવ વિગેરે તમામ પ્રકારની પ્રક્રિયા લોકોના સ્વાસ્થ્ય માટે કરવી જોઈએ પણ જામનગર કોર્પોરેશનને હંમેશા ઉલટી દિશામાં ચાલવાની ટેવ હોય અત્યારે પણ એવું જ કરી રહી છે હાલ જામનગરમાં સફાઈ બાબતે કશું જ કહેવા જેવું નથી કેમ કે જનતા બધું જ જાણે છે હાલમાં ખાસ ધ્યાન દોરવા જેવી બાબત એ છે કે ત્રણ દરવાજા વિસ્તારમાંથી ગારો અને કીચડ ટ્રેક્ટર મારફતે ભરીને અંદાજે પાંચ કિલોમીટર દૂર વિભાપર સીમમાં ઠાલવવામાં આવી રહ્યો છે. નિયમ પ્રમાણે કોઈ પણ વાહનમાં કચરો કે ગારો કિચન ભરવામાં આવતા હોય એવા વાહનને પેક કરીને જાહેર માર્ગોપર પસાર કરવામાં આવતા હોય પણ જામનગર કોર્પોરેશન દ્વારા ગારા કિચડ ભરેલા ટ્રેક્ટરને ખુલ્લમ ખુલ્લા ચલાવીને રસ્તા પર ગંદકી ફેલાવી રોગચાળો ફેલાય તેવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે આ ગંદકીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાઈ તો જામનગર કોર્પોરેશન તેમજ જે તે કોન્ટ્રાક્ટર કસૂરવાર ગણાશે તેવો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here