બોડેલી: સુર્યા ઘોડા ટર્નિંગ પર બે કાર વચ્ચે અકસ્માત એક આદિવાસી મહિલાનું મોત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી થી ડભોઈ રોડ પર આવેલ કુંડી ભદ્રાલી ગામ વચ્ચે બે કાર સામ સામે અથડાતા એક મહિલા નું મોત

બોડેલી તાલુકા નું કુંડી ભદ્રાલી ગામ વચ્ચે સ્ટેટ હાઇવે પર બે કાર સામ સામે અથડાતા અકસ્માત સજાયો હતો ફોર વિહલર મા સવાર એક મહિલા નું મોત થયું હતું જયારે છો ઈર્જા ગ્રસ્તો લોકો ને ૧૦૮ દ્વારા સારવાર અર્થે બોડેલી ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસર એક ઇકો ગાડી બોડેલી થી વડોદરા તરફ જતી હતી સામે થી આવતી એક કાર વડોદરા થી બોડેલી તરફ આવી રહી હતી તેં દરમિયાન કુંડી અને ભદ્રાલી સ્ટેટ હાઇવે પર બે ફોર વિહલર સામ સામે ધડાકા ભેર અથડાતા બે ફોર વિહલર માં સવાર નાના મોટા છો વ્યક્તિ ઓ ને ગંભીર ઈર્જા ઓ પોહચી હતી જયારે એક મહિલા નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માત માં ઈર્જા પામનાર નિરવ ભાઈ શેઠ, નમીતાબેન શેઠ, કનૈયા લાલ રાણા, ક્રિષા નીરવ ભાઈ શેઠ, ધૈર્ય નીરવ શેઠ તમામ રહે નડિયાદ , કાંતિભાઈ ઝીણાભાઈ તડવી રહે.બોડેલી હાલ નડિયાદ. તમામ ને વડોદરા સારવાર અર્થે બોડેલી લાવવામાં આવ્યા હતા ત્યાર બાદ વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. જયારે શર્મિંસ્ઠા બેન કાંતિભાઈ તડવી નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેવો ને પી એમ અર્થે સૂર્યા ઘોડા લઇ જવામાં આવ્યા હતા.સામ સામે ફોર વિહલર ધડાકા ભેર અથડાતા આસપાસ ના લોકો ઉમટી પડ્યા હતા.બોડેલી પોલીસ ને ઘટના ની જાણ થતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પોહચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here