મોડાસા : એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ ખાતે રાખડી સ્પર્ધા યોજાઇ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ધી એમ એલ ગાંધી હાયર એજયુકેશન સોસાયટી સંચાલિત શિક્ષકો તૈયાર કરતી કોલેજ એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં રાખડી સ્પર્ધા યોજવામાં આવી.
આ સ્પર્ધામાં પ્રથમ તથા બીજા વર્ષના તમામ તાલીમાર્થીઓ એ ભાગ લીધો. સ્પર્ધામાં પ્રથમ નંબર પરમાર ભૂમિ કે. બીજા નંબરે મકવાણા હેતલ એ. અને ત્રીજા નંબરે વણકર વિશ્વા કે. અને ખાંટ ત્રિલોકી એમ. આવ્યા હતા.
સ્પર્ધાની શરૂઆતમાં આચાર્યશ્રી ગીતાબેન નીનામાએ તમામ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રા. વ્રજેશ પંડ્યા એ કામગીરી કરી હતી.
પ્રભારી મંત્રી શ્રી ધીરેનભાઈ એમ પ્રજાપતિ અને પ્રમુખશ્રી નવીનચંદ્ર આર મોદી એ આશીર્વાદ આપી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here