બોડેલીમાં દિવાળી પર્વ નજીક આવતા બજારોમાં ઘરાકી નીકળી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી, અલીપુરા,ઢોકલીયા માં દિવાળી પર્વ ને ગણતરી ના દિવસો બાકી રહેતા લોકો ખરીદી કરવા નીકળતા બજારો માં ભારે ભીડ જોવા મળી હતી.
છોટાઉદેપુર જિલ્લા નું આર્થિક રાજધાની ગણાતું બોડેલી નગર માં સંખેડા, નસવાડી, પાવીજેતપુર, જાંબુઘોડા તાલુકા ના વિવિધ ગામો માંથી મોટી સંખ્યા માં લોકો ખરીદી કરવા આવતા હોવાથી દુકાનદારો એ મંડપ બાંધી વિવિધ ચીજ વસ્તુ નું વેચાણ કરતા જોવા મળી રહ્યા છે. સૌથી મોટો તહેવાર દિવાળી પર્વ નજીક આવતા બજાર માં લોકો ની ભારે ભીડ જોવા મળી હતી. હાલના દિવસો માં લોકો કપડાં, દાગીના, ઇમિટેશન, ફૂટવેર, ડેકોરેશન ની સામગ્રી, રંગોળી ના કલર, દિવાળી ના સ્ટીકર, મીઠાઈ, દિવાળી ની વાનગી બનાવા માટે ની સામગ્રી ખરીદવા લોકો ની દુકાનો માં ભીડ જોવા મળી હતી.
બોડેલી નગર માં નવા વર્ષ ના આગમન ને વધાવવા માટે બોડેલી નગર માં લોકો ને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોડેલી પંથક માં વિવિધ વિસ્તાર માં ફટાકડા ની દુકાનો મંડાઈ ગઈ છે દિવાળી પર્વ ને ગણતરી ના દિવસો બાકી રહેતા ફટાકડા ની દુકાન માં ઘરાકી નીકળી હતી.કપડાં. મીઠાઈ, ફટાકડા, ઘરની સજાવટ માટે ની વસ્તુ ખરીદી કરવા દુકાનો માં લોકો ની ભીડ જોવા મળી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here