બોડેલી શ્રાવણ માસના પ્રથમ સોમવાર બોડેલી સહિત તાલુકાના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

શિવાલયો હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા

બોડેલી માં શ્રાવણ માસ અને તેમાં પણ ખાસ કરીને સોમવારે ભગવાનની પૂજાનું ખુબ જ મહત્વ રહેલું છે.. બોડેલી ના અજાલીયા મહાદેવ મંદિર ,ઢોકલીયા માં ચંદ્રેશ્વર મહાદેવ મંદિર તેમજ અલીખેરવા માં ગોપેશ્વર મહાદેવ, રણમુખતેશ્વર મહાદેવ મંદિર, કડીલા માં પંચટેશ્વર ધામ ખાખરીયા નું ઝરનેશ્વર મહાદેવ નું શિવ મંદિર માં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો એ શિવાલય માં શિવલિંગ ને દૂધ, જળ નો અભિષેક કરી બીલીપત્ર, ફૂલ થી પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા. બોડેલી સહીત તાલુકા ના શિવાલયો હર હર મહાદેવ, ૐ નમઃ સિવાય ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા . શ્રાવણ માસ નો મહિનો ભગવાન શિવ ને અત્યંત પ્રિય હોવાથી આખો મહિનો ભક્તો દ્વારા શિવ ની આરાધના કરવામાં આવે છે.દેવ પોઢી એકાદશી પછી શરૂ થતા ચતુમાશ નો બીજો મહિનો શ્ર્રવણ માસ હોવાથી શિવ ભક્તો ભક્તિ માં લિન બન્યા હતા બોડેલી સહીત તાલુકા માં સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવજી ની પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતા. બોડેલી ના શિવ ભક્તો દ્વારા શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે ઝરનેશ્વર મહાદેવ મંદિર માં ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં લોકો એ ઝરનેશ્વર મહાદેવ ના દર્શન કરી પ્રસાદી નો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here