શહેરા : નવી વાડી ક્લસ્ટરના ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોની વર્તમાન શૈક્ષણિક કામગીરીની સમીક્ષા કરાઈ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકામાં આવેલા નવી વાડી ક્લસ્ટરમાં સી.આર.સી કો-ઓર્ડીનેટર ગોવિંદકુમાર ડી.ભોઈ દ્વારા વર્તમાન સમયે ચાલતી શૈક્ષણિક કામગીરીના મુદ્દાઓ ઘરે શીખીએ, એકમ કસોટી, વાલી અને વિદ્યાર્થીઓની મુલાકાત, શિક્ષક તરીકે કરેલ કામગીરીની વિગત, વર્ચ્યુઅલ કલાસની સમિક્ષા, ડી.ડી. ગિરનાર પર પ્રસારણ થતા શૈક્ષણિક કાર્યક્રમ, NMMS અને જવાહર નવોદય પરીક્ષા રજિસ્ટ્રેશન, ઈનોવેશન ફેર રજિસ્ટ્રેશન, દીક્ષા લિંકના દ્વારા શિક્ષણ, કયું.આર.કોડનું શિક્ષણ, હોમ લર્નિંગ એકંદર વગેરેના આધારે બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે તે હેતુથી ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોને માર્ગદર્શન આપી સમીક્ષા કરવામાં આવી. આ સમીક્ષા દરમિયાન પગારકેન્દ્ર આચાર્ય ચંદ્રકાંત માછી ઉપસ્થિત રહી સી.આર.સી.નવી વાડીની કામગીરીને બિરદાવી હતી. સમગ્ર સમીક્ષા દરમિયાન કોવિડ – ૧૯ ની ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here