પંચમહાલ : વેજલપુર પોલીસ સ્ટેશન ટીમે અનડીટેકટ ચોરીનો ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો…

કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ નાઓએ આપેલ સુચના મુજબ પોલીસ અધીક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ અત્રેના જીલ્લામાં ચોરીઓના ગુન્હાઓનુ વધતુ પ્રમાણ અટકાવવા તેમજ ચોરીઓના અનડીટેક્ટ ગુન્હાઓ સબંધે સઘન તપાસ કરી ડીટેકશન કરવા જરૂરી સુચનાઓ આપેલ હોય જે આઘારે ના.પો.અધિ.શ્રી એચ.એ.રાઠોડ સાહેબ હાલોલ નાઓના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશન પો.સ.ઈ.શ્રી એ.એમ.બારીઆ નાઓએ દિલ્હી – મુંબઇ એકસ્પ્રેસ વે રોડ ઉપર ભાણપુરા થી મહેલોલ વચ્ચે CH.337 નંબરના બ્રીજ નીચેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે અલગ અલગ ટીમો બનાવી તેમજ સ્થાનીક બાતમીદારો અને વિશ્વાસુ માણસો રોકી તપાસ કરાવડાવી જે આધારે આજરોજ પો.સ.ઈ.શ્રી એ.એમ.બારીઆ નાઓએ પેટ્રોલીંગ દરમ્યાન લીલા કલરની પીળા હુડવાળી સી.એન.જી.રીક્ષા નં . GJ 17-08-2944 માં આરોપી નરેશભાઈ બાબુભાઈ સેનવા રહે.પીપળીયા તા.ગળતેશ્વર જી.ખેડા નાઓને પકડી પાડેલ છે . કબ્જે કરેલ મહામાલ ( ૧ ) લોખંડની સ્ટીરીંગ પ્લેટ નગ -૧ કિ.રૂ .૪૦૦૦ / ( ૨ ) લોખંડની ચેનલ નંગ -૧ કિ.રૂ .૩૫૦૦૪ ( ૩ ) સી.એન.જી. રીક્ષા નં . GJ – 13 – w – 2944 કિ.રૂ .૧,૫૦,૦૦૦ / ડીટેક્ટ કરેલ ગુન્હો વેજલપુર પો.સ્ટે . એ પાર્ટ – નં .૧૧૨૦૭૦૭૬૨૨૦૨૫૧ / ૨૨ ઈ.પી.કો.ક .૩૭૯ મુજબ પકડાયેલ આરોપીન નામ : ( ૧ ) નરેશભાઈ બાબુભાઈ સેનવા રહે.પીપળીયા તા.ગળતેશ્વર જી.ખેડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here