બોડેલી પાસે તેજાવાવની ગામના ખેતરમાં દીપડો દેખાયો તેવા મેસેજથી લોકોના ટોળેટોળા જોવા ઉઠી પડ્યા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં ફોરેસ્ટ વિભાગની ગામ લોકો દ્વારા જાણ કરી હતી કે અમારા તેજાવાવ પાસે કપાસના ખેતરમાં આજે સવારે દીપડો જોવાયો હતો અને ગામ લોકો દ્વારા આ દીપડાને પકડવામાં જાણ કરી હતી થોડા દિવસ પહેલા બોડેલી તાલુકામાં માનવ ભક્ષી દીપડો બે બાળકોને મોતના ઘાટ ઉતાર્યા હતા તેનાથી લોકોમાં ફફડાટ હતો ત્યારે વધુ આજે જબુગામ ગામ પાસે આવેલ તેજાવાવ ગામની સીમમાં કપાસના ખેતરમાં દીપડો જોવાયા એવા સમાચાર મળતા છોટાઉદેપુર વિભાગ ફોરેસ્ટ ખાતું સવારથી કામે લાગી ગયું હતું ફોરેસ્ટ અધિકારીઓ ડાટઁ ધણ સાથે રાખી દિપડા ને બેભાન કરવા ઇન્જેક્શન ભરી ને તૈયારીઓ પણ કરી હતી ફોરેસ્ટ ખાતાની ટીમ આશરે ૭૫ થી ૮૦ જેટલા અધિકારી કાફલા સાથે ઉતરી પડ્યા હતા અને જબુગામ પોલીસ ને પણ મદદમાટે બોલાવવા મા આવી હતી દીપડાને પકડવા માટેની કામગીરી હાથ ધરી હતી ત્યારે ફોરેસ્ટ ખાતાની સખત મહેનત પાંચ કલાક થી ખેતરને કોર્ડન કરીને વન પ્રાણી દીપડાને પકડવા તજેદારી હાથ ધરી હતી ત્યારે તેજાવાવ મા આવેલ ખેતરમાંથી કપાસના ખેતરમાંથી ત્રણ જંગલી ભૂંડ જોવા મળ્યા હતા અને આ ભૂંડને ફોરેસ્ટ ખાતા દ્વારા બીજા ખેતર મા ભગાડવાવામા આવ્યા હતા ત્યારે દીપડાની જગ્યાએ ભુડ નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો ત્યારે ખોદા ડુંગર તો નિકલા ઉંદર જેવું જોવા મળ્યું હતું દીપડાની વાતે આર એફ ઓ નિરંજન રાઠવા એ ગામજનો ને જણાવ્યું હતું કે ખોટી અફવા થી દૂર રહેવું સાચું હશે તો અમે તમારી પાસે 24 કલાક હાજર છીએ માટે તમો લોકો ગામમાં નહીં પણ ફોરેસ્ટ ખાતામાં જાણ કરવું તેવુ આર એફ ઓ નિરંજન રાઠવા એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here