આઈ.ટી.આઈ, હાલોલ ખાતે 22મી સપ્ટેમ્બર, 2021ના રોજ તાલુકાકક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાશે

હાલોલ,(પંચમહાલ) સંજય ગોહિલ :-

જિલ્લા રોજગાર વિનિમય કચેરીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સરકારી આઈ.ટી.આઈ, હાલોલ ખાતે તા. 22.09.2021ના રોજ સવારે 10.30 કલાકે ઉમેદવારો માટે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો, અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન અંગે માર્ગદર્શન, સ્વરોજગાર યોજના અંગે માર્ગદર્શન મળશે. તેમજ ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે ધો.૧૦પાસ, ૧૨પાસ, આઈ.ટી.આઈ, અનુભવી,બિન-અનુભવી તેમજ ગ્રેજ્યુએટ, લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. આ ભરતીમેળામાં પંચમહાલ જીલ્લાનાં નોકરીદાતા દ્વારા મશીન ઓપરેટર, હેલ્પર, સેલ્સ-એક્ઝિક્યુટિવ, ટેલિકોલર, ઓફિસ એક્ઝિક્યુટિવ ટ્રેઈની જેવી જગ્યાઓ માટે ઉપરોકત જણાવેલ અભ્યાસ ધરાવતા 18 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા મહિલા તથા પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. તાલુકાકક્ષાનો આ ભરતી મેળો સરકારી આઈ.ટી.આઈ, પાવાગઢ તા. હાલોલ ખાતે યોજાશે. ઉપરોક્ત ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ ફરજિયાત માસ્ક પહેરવા, હાથ સેનેટાઈઝ કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું ફરજીયાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here