ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ શ્રી ડી.જે.બારોટ સાહેબે બીલીમોરાના લિસ્ટેડ બુટલેગરનો વિદેશી દારૂ ઝડપી પાડી તથા બુટલેગરના નવા કિમીયાનો પર્દાફાશ કર્યો..

બીલીમોરા, દિપ મહેતા (સુરત) :-

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના પી.એસ.આઇ શ્રી ડી.જે.બારોટ સાહેબની બાતમી હકિકત મળેલ કે, “નવસારી જિલ્લા ખાતે આવેલ બીલીમોરાના પોસરી ગામના (૧) લાલુ ઉર્ફે નાણીયો પટેલ, (૨) અંકિત પટેલ બન્ને રહે પોસરી ગામ,તા-બીલીમોરા, જિ.નવસારીનાઓ તથા (૩)જયેશ પટેલ, રહે- છરવાડા ગામ, તાડુંગરી, જિ.વલસાડ નાઓ ત્રણેય ભેગા મળી દમણથી બળવંત ઉર્ફે બલ્લુ ટંડેલ, રહે- દમણ, કડૈયા પાસેથી બોટમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોસરી ગામના સ્મશાન નજીક આવેલ દરીયાના બારામાં દારૂ ભરેલ બોટ શ્રી ક્રિષ્ણા સાગર પીળા તથા કેસરી પટ્ટાવાળી લાંગરવાના છે અને તેઓ આશરે રાત્રિના બેથી ત્રણ વાગ્યાની વચ્ચે દારૂ ભરેલી બોટ લઈને આવનાર છે.” તે માહિતી આધારે તા.૦૯/૦૨/૨૦૨૩ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશીદારુ કુલ કિં.રૂ.૨,૯૭,૬૦૦/-તથા અન્ય મળી કુલ રૂપિયા ૭,૯૭,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી, વોન્ટેડ ૦૫ આરોપીઓ વિરુધ્ધ નવસારી જિલ્લાના બીલીમોરા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here