બોડેલી નજીક કકરોલીયા સ્કૂલ ગ્રાઉન્ડમાં 31મી એ યોજાશે પીએમની સભા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી સેવાસદન પાસે સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું તે ફેરવીને હવે કકરોલીયા ભગત ઈંગ્લીશ મીડિયમના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું કકરોલીયા સ્કૂલ મેદાનના પાસેના ખેતરોને પણ સ્થળમાં ફેરવવામાં આવ્યા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે હેલીપેડ બનાવવાની જગ્યાની આસપાસ આશરે ૫૦ જેટલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે છોટાઉદેપુરની પંચમહાલ જિલ્લાની સરહદે આવેલ અને બોડેલી થી જાંબુઘોડા રોડ પર આશરે ત્રણ ચાર કિલોમીટરના અંતરે આવેલ ભક્તો ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં વિશાળ મેદાનમાં તારીખ 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ ત્યારે તમામ અધિકારીઓને દિવાળીની રજાઓ કેન્સલ કરીને રાતદિવસ કાર્યક્રમમાં જોડાયા ગયા છે ભગત ઈંગ્લીશ મીડિયમની સ્કૂલ ની પાસે પડતર જમીન માં જેસિબી સહિતના યાંત્રિક સાધનો કામે લગાડયા છે બોડેલી સભા ને બદલે હવે છોટાઉદેપુર જિલ્લાની જગ્યાએ પંચમહાલ તંત્ર કામે લાગી ગયું અને તત્કાલ હેલીપેડ પણ બનાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here