સિદ્ધપુર પોલીસે સજા પામેલા નાસતા ફરતા ચાર આરોપીઓ ઝડપી કોર્ટ હવાલે કર્યા

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

મહેસાણા કોર્ટમાંથી સજા પામેલા નાસતાફરતા ચાર આરોપીઓને સિદ્ધપુર પોલીસે પકડી પાડી સજા કાપવા કોર્ટમાં રજૂ કર્યા હતા. સિધ્ધપુર ઈ.પીઆઈ પી.એસ.ગોસ્વામી અને ટીમના માણસોએ મહેસાણા સેકન્ડ એડિ.ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટની નામદાર કોર્ટ દ્વારા જુદાજુદા કેસમાં સજા પામેલા અને નાસતા ફરતા સીઆરપીસી કલમ -૭૦ ના વોરન્ટના ગુનેગારો ઠાકોર કનુજી હીરાજી રહે દેથળી ગામની સીમ હેલીપેડ રોડ ડેન્ટલ કોલેજની પાછળ,મેમન બિલાલ મહંમદ યુનુસભાઈ રહે.સિધ્ધપુર મહંમદીપુરા ટેકરાવાસ,સિપાઈ (ઝાલોરી) સલમાન સલીમભાઈ રહે.સિધ્ધપુર કોહિનૂર સોસાયટી તેમજ ઠાકોર મુકેશજી કાળાજી રહે.ચંદ્રાવતી,તા.સિદ્ધપુર વાળાઓને સી.આર.પી.સી કલમ-૭૦ મુજબ વોરંટના કામે સજા કામે પકડી પામી પકડી પાડી સજા કાપવા નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here