પાલનપુર ડીસા હાઇવે પર દાંતીવાડા મેઇન કેનાલમાં ૬ ગાયોનાં મૌત…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

સિંચાઇ ખાતાની બેદરકારી નાં લીધે ઘટના બની..,!!!

દર વર્ષે શિયાળુ સિજન માં દાંતીવાડા કેનાલ માંથી ખેડૂતો ને પાણી આપવામાં આવે છે..
ઘણા સમય બાદ નહેરમાં પાણી છોડવામાં આવતા પહેલા મુખ્ય કેનાલ માં પડેલા કચરા ને સાફ કરવાનાં હોય છે ત્યાર બાદ કેનાલ માં પાણી છોડવામાં આવે છે..
ત્યાંના આસપાસ રહેતા લોકો નું કહેવું છે કે નહેર માં પડેલ કચરાને સફાઈ કામ નાં કરતા અચાનક પાણી છોડવા માં આવતા ૬ થી સાત નામની મોટી ગાયો તણાઈ ને રસાણા પુલ પાસે ફસાઈ ને મોત થઈ ગયેલ છે..
આ બાબતે સિંચાઇ વિભાગ નાં મદદનીશ ઇજનેર મનીષભાઈ ચોધરી નાં જણાવ્યા અનુસાર અચાનક નહેરના ચાલુ પાણી માં કૂદી જવાથી મોત નીપજેલ છે..જે માંથી અમુક ગાયોને બહાર કાઢવા માટે ડીસા નગર પાલિકા ને જાણ કરતા કોઈ જવાબ મળેલ ન હોવાથી અમારા સિંચાઇ વિભાગ નાં માણસોને કામે લગાડી મરણ ગાયો ને બહાર કાઢેલ છે..બાકી અમુક ગાયો વહેણ માં તણાઈ ગયેલ છે જેની તપાસ ચાલુ છે..
આ બાબતે રસાના( મોટા ) ગામના ડેપ્યુટી સરપંચ નાં ઘર વાળા નાગજીભાઈ સોલંકી નાં જણાવ્યા મુજબ સિંચાઇ વિભાગ ની બેદરકારી થી ગાયો નાં મોત નિપજ્યું છે…
આમ સિંચાઇ વિભાગ માં કરવામાં આવતી સફાઈ માટે નાં ગ્રાન્ટ નો દુરુપયોગ થઈ રહ્યો છે.
.હજુ પણ રસાનાં થી આગળ જતી મુખ્ય નહેરમાં વર્તમાન માં પણ કચરો પડેલ છે..નહેર નાં આસપાસ નાના મોટા ઝાડખાઓ નું કટિંગ કરેલ નથી .આમ સિંચાઇ ખાતા નાં મેઇન્ટન્સ ખર્ચ માં મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેમ લોકોનું કહેવું છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here