શહેરા નગર પાલિકા પ્રમૂખ-ઉપપ્રમૂખની ચૂટણી શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ

પંચમહાલ જીલ્લાની શહેરાનગર પાલિકાની પ્રમૂખ-ઉપપ્રમૂખની ચૂટણી યોજાઈ હતી.ભાજપે ચોથી વખત શહેરા નગર પાલિકામાં સત્તા હાસલ કરી છે.પ્રમૂખ અને ઉપપ્રમૂખ ને તેમના સર્મથકો અને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા.

પંચમહાલ જીલ્લાની શહેરા નગર પાલિકા ખાતે પ્રમુખ અને ઉપપ્રમૂખ માટે ચુટણી યોજાઈ હતી.જેમા પાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી.જેમા ચુટણી અધિકારીની હાજરીમાં સર્વાનુમતે પ્રમૂખ તરીકે ઉર્મિલાબેન નાયકા તેમજ ઉપપ્રમૂખ તરીકે હિમંતસિંહ પગીની વરણી કરવામા આવી હતી.આમ ભાજપે ફરી શહેરાનગર પાલિકામાં સત્તા હાસલ કરવામા સફળતા મળી હતી.સાથે સાથે અન્ય હોદ્દાઓની પણ જાહેરાત કરવામા આવી હતી,જેમા કારોબારી અધ્યક્ષ તરીકે વિવેકકુમાર પંચાલ,પક્ષના નેતા તરીકે વિમલકુમાર ખુશલાણી,અને દંડક તરીકે સૂરેશકુમાર બારીયાનુ નામ જાહેર કરવામા આવ્યુ હતુ.ઉપસ્થીત ભાજપના કાર્યકરો અને અગ્રણીઓએ પ્રમૂખ-ઉપપ્રમૂખને ફુલહાર પહેરાવીને કૂમકુમ તિલક કરીને અભિનંદન પાઠવ્યા હતા.અને ભારત માતાકી જયના નારા બોલાવ્યા હતા.સાથે મો મીઠુ પણ કરાવ્યુ હતુ.
શહેરા નગરપાલિકામાં ચૂટણીને લઇને પોલીસ બંદોબસ્ત પણ રાખવામા આવ્યો હતો.પ્રમુખ-ઉપપ્રમુખની ચુટણી શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here