બોડેલી તાલુકાનું છેવાડાનું ૧૦૦% આદિવાસી ગામ ખેરકુવામાં પાણીનો પોકાર ઉઠ્યો… નલ સે જલ યોજનાનો લાભ ક્યારે..?

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

ભારત સરકારે મહિલાઓને પાણી ભરવા જોજનો અંતર કાપવામાંથી મુક્તિ મળે તે માટે “નલ સે જલ યોજના” શરુ કરી છે જેમાં ગુજરાતના પ્રત્યેક ઘરને ઈ.સ.૨૦૨૪ સુધીમાં આ યોજનાનો લાભ મળશે તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું.પરંતુ ગુજરાત સરકારના નિર્ણાયક મુખ્યમંત્રીએ આ યોજનાનો લાભ ગુજરાતના ૧૮૦૦૦ થી વધુ ગામડાઓમાં પાણી પુરવઠા વિભાગ ઘ્વારા ઈ.સ.૨૦૨૨ સુધીમાં પ્રત્યેક ઘરને “નલ સે જલ” યોજનાનો લાભ આપી લોકોને પીવાનું પાણી આપવાની જાહેરાત કરી હતી.હાલમાં વિધાનસભાના સત્ર દરમિયાન પણ ગુજરાતમાં ૯૪% કામ તમામ ગામડાઓમાં પૂર્ણ થયાની વાત કહેવામાં આવી હતી.પરંતુ જમીની હકીકત જોવા જઈએ તો પ્રત્યેક ગામોમાં “નલ સે જલ” યોજનામાં નળમાંથી પાણી આવતું જ નથી કે આ યોજનાનો લાભ ગ્રામજનોને મળ્યો નથી.છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના છેવાડાના ગામ ખેરકુવામાં ઊંટકોઈ તાલુકા પંચાયતના સદસ્ય ડો.મહક પટેલે મુલાકાત લઇ ગ્રામજનોને પડતી મુશ્કેલી અંગે સોસીયલ મીડિયાના માધ્યમથી લાઈવ મુલાકાત લઇ ચિતાર રજુ કરતા સગવડના નામે આદિવાસી મહિલાઓને અગવડ જોવા મળી હતી.સવારે ૧૦ વાગ્યા સુધી મહિલાઓ ગામથી દૂર આવેલ પાણીનો માત્ર એક સ્ત્રોત બોરમાંથી થોડું પાણી આવતું હતું.એક ઘડો પાણી ભરાતા ૨૦ મિનિટ જેટલો સમય લાગતો હતો.મહિલાઓએ તેમની તકલીફ વ્યક્ત કરતા જણાવ્યું કે અમો સવારે ૧૦ વાગ્યાથી પાણી ભરવા આવીએ છીએ તેમાં બોર એક છે અને ગામની વસ્તી ૪૫૦ ની છે પાણી ભરતા બપોર થઇ જાય છે ઘરે બાળકોને જમવાનું ક્યારે બનાવીને આપીયે અને મજૂરીએ ક્યારે જઈએ ? આમ સરકાર કે પંચાયત ઘ્વારા કોઈ યોજનાનો લાભ આપવામાં આવતો નથી.અમારા ગામથી નર્મદા કેનાલ ૪ કી.મી હોવા છતાં અમારે પાણી માટે વલખા મારવા પડે છે ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે આઝાદીના ૭૫ વર્ષ વીતવા આવ્યા તો પણ અમોને પીવાના પાણીની સગવડ મળતી નથી.તો વહેલીતકે અમોને સગવડ કરી આપે.તેવી માગણી ગ્રામજનોએ કરી હતી.આ ગ્રામ પંચાયતના સરપંચના પતિ ટ્રાઈબલના ડિરેક્ટર અને ભાજપામાં બીજી વખત મહામંત્રી છે તેમ છતાં અમારા ગામમાં સગવડો,યોજનાઓનો લાભ મળતો નથી.તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો.પીવાના પાણી માટેની ૬૨ ગામો માટે યોજના બનાવી કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા પરંતુ હાલ આ યોજના ચાલુ ન થતા ફારસરૂપ બની છે આમ આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ ખેરકુવા ગામના લોકોને પીવાના પાણી માટે લાંબી કતારોમાં ઉભા રહી બે બે કલાક લાઈનોમાં ઉભા રહેવું પડી રહ્યું છે તાલુકા પંચાયત સદસ્ય ડો.મહાક પટેલે તાલુકાના અધિકારીઓ,ધારાસભ્ય,સાંસદ ગીતાબેન,નારણભાઇ રાઠવાને લેખિતમાં ખેરકુવા ગામના લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here