શહેરા નગર પાલિકા દ્વારા 190 લાખની વેરા વસૂલાત સામે 131લાખની વેરા વસૂલાત કરવામાં આવી…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા નગરપાલિકા દ્વારા માર્ચ મહિનામાં વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના એન્જિનિયર જીગ્નેશભાઈ શાહ સહિતની 6 જેટલી ટીમ એ રૂપિયા 190 લાખ ની વેરા વસૂલાત સામે 131લાખની વેરા વસૂલાત કરવામાં આવી છે.પાલિકા દ્વારા 70ટકા વેરા વસુલાત કરાઈ હતી.

મળતી વિગતો મુજબ શહેરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુબેશ હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર અર્જુનભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો દ્વારા નગર વિસ્તારમાં કડક વેરા વસૂલાત હાથ ધરવામાં આવતા મિલકત વેરો ન ભર્યો હોય તેવા મિલકત ધારકો માં ફફડાટ ફેલાવા પામ્યો હતો. નગરપાલિકાના એન્જિનિયર જિગ્નેશ ભાઈ શાહ સહિતની 6 જેટલી ટીમ દ્વારા માર્ચ મહિનામાં નગર વિસ્તારમા કડક વેરો વસુલાત કરવા આવી હતી. નગરપાલિકા ની વેરા વસુલાત ટીમ એ રૂપિયા 190 લાખ ની વેરા વસૂલાત સામે 131 લાખની વેરા વસુલાત થઈ હતી. નગરપાલિકા દ્વારા મિલ્કત ધારકો સાથે કડક વેરા વસૂલાત કરતા 70 ટકા વેરા વસુલાત કરાઈ હતી. નગરપાલિકા દ્વારા હજુ પણ 59 લાખ ની એટલે 30 ટકા વેરા વસૂલાત બાકી હોવાથી આગામી દિવસોમાં કડક વેરા વસુલાત કરવામાં આવે તો નવાઈ નહી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here