એક બાળકની બિનવારસી મળી આવેલ લાશનો ભેદ ઉકેલવા પંચમહાલ પોલીસે વિગત આપનારની સેવાને માન આપવા કરી ઇનામની જાહેરાત…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખરખડી ગામના તળાવમાંથી એક માસૂમ બાળકની લાસ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, મરણ જનાર માસૂમ બાળકની ઉમર આશરે પાંચ વર્ષ ની હોવાનો પોલીસ નો અનુમાન છે તેમજ બાળક મધ્યમ શરીરનો છે અને એના વાળ બોય કટ ટૂંકા છે. તથા તેના શરીર પર કાળા કલરનુ ટીશર્ટ તથા કાળા કલરની ની ચડ્ડી તથા પગમાં લાલ, વાદળી પટ્ટી વાળા સેન્ડલ પહેરેલ હોવાની વિગત જાણવા મળી છે. પોલીસે હાલ બાળકના સબને વધુ વિગતો જાણવાના હેતુએ સરકારી હોસ્પિટલ ખાતે તબદીલ કરેલ છે.

તેમજ પંચમહાલ પોલીસે માનવતાને માન આપી મરણ જનાર બાળકની ઓળખ આપનાર કે તેના હત્યારાની ઓળખ આપનારને પંચમહાલ જિલ્લા પોલીસ તરફથી *રૂપિયા 25,000/-  ઇનામ* આપવામાં આવશે તેમજ ઓળખ આપનારનું નામ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે એવી જાહેરાત કરેલ છે.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના  ખરખડી ગામના તળાવમાંથી  એક   બાળકની બિનવારસી લાશ મળી આવેલ હતી જેનું વર્ણન નીચે મુજબ છે

  1. મરણ જનારનું નામ:-
    નામ સરનામું જાણવા મળેલ નથી
  2. 2.ઉમર:- આશરે 5 વર્ષ

3.બાંધો:- મધ્યમ, વાળ બોય કટ ટૂંકા છે

  1. મરણ ગયા તારીખ સમય :-
    તા.29/9/2021 કલાક 18:00 ના 48 કલાક પહેલાના કોઈપણ સમય દરમિયાન
  1. ગુનાનુ સ્થળ :-
    પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખરખડી ગામે તળાવમાં
  2. 8.શરીરે પહેરેલ કપડા :- કાળા કલરનુ ટીશર્ટ તથા કાળા કલરની ની ચડ્ડી તથા પગમાં લાલ, વાદળી પટ્ટી વાળા સેન્ડલ
  3. રાજગઢ પોલીસ સ્ટેશન
  4. ટે.નંબર:- 02678 244633

M.no.97278 01947

પંચમહાલ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ રૂમ ટે.નંબર
:- 02672 242504

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here