બોડેલી તાલુકાના જબુગામ ખાતે સમાજ ઘરનુ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના જબુગામ ખાતે લોક હિતાર્થે સમાજ ઘર બનાવવામાં આવેલ છે જેનું આજરોજ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. સમાજ એટલે પરસ્પર સમાન પરંતુ અન્યોથી વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા એકતાની લાગણી ધરાવતા અને પોતાને બીજાથી અલગ માનતા એક જુથના લોકો જબુગામ ખાતે પ્રજાપતિ ફળીયામા આવેલ સમાજ ઘર માટે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ રાઠવાની જીલ્લા પંચાયતની ગ્રાન્ટમાથી રૂપિયા ત્રણ લાખ ફાળવ્યા હતા જેનું આજરોજ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતુ સંજયભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે દરેક સમાજના ઉત્થાન માટે સામાજિક, ઘાર્મિક પ્રસંગો સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે સમાજ ઘર હોય તો પ્રસંગો પ્રમાણે સમાજના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતાં હોય છે જેથી સમાજના લોકો દ્વારા સમાજ ઘરમાં વિવિધ ધાર્મિક, સામાજિક પ્રસંગો સહિતના કાયૅક્રમ યોજાતા હોય છે આમ સમાજના લોકોને સગવડ મળતા અગવડ પડતી નથી સંજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે સમાજમાં કૌટુંબિક,આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક,ધાર્મિક અને રાજકીય વિભાગો અનિવાયૅ જોવા મળે છે તેમજ સમાજમાં સાતત્ય અને પરિવર્તન પણ અનિવાર્ય રીતે જોવા મળે છે જબુગામ ખાતે સમાજ ઘરના ઉદઘાટન પ્રસંગે જબુગામ ગ્રામ પંચાયતના સદસ્ય દિલીપ રાઠવા,વસીમ શેખ ભાજપા લધુમતી મોરચાના સાદીક કુરેશી,હષૅદ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here