છોટાઉદેપુર : બોડેલી ઉચાપાણ આદિવાસી માધ્યમિક શાળામાં 15 થી 18 વર્ષની વયના તરુણોનું વેકસીનેસન પ્રારંભ કરવામાં આવ્યો

બોડેલી,(છોટાઉદેપુર) આરીફ પઠાણ :-

ઉચાપાણ આદિવાસી માધ્યમિક શાળામાં પ્રથમ દિવસે ૧૬ વિદ્યાર્થીની ઓ અને ૨૩ વિદ્યાર્થીઓએ વેક્સિનેશન કરાવ્યું

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧મી ડિસેમ્બરે રાષ્ટ્ર જોગ સંબોધન કરતા ૧૫થી ૧૮ વર્ષ સુધીના તરૂણોને વેક્સિનેશન કરવાની જાહેરાત કરી હતી. આજ થી વેક્સિનેશન નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ભારતમાં 15 થી 18 વર્ષ ની વય ના તરુણો નું વેકસીનેસન કરવામાં આવી રહ્યું છે ત્યારે છોટાઉદેપુરજિલ્લા સહિત તમામ તાલુકાઓ ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહ સાથે કો વેક્સિન લઈ શાળાના આચાર્ય જશવંતભાઈ સુતરીયા અને શિક્ષક કો નો આભર વ્યક્ત કર્યો હતો. તરુણો ને વેકસીનેસન મહાઅભિયાન અંતર્ગત જિલ્લામાં આરોગ્યની ટીમ કાર્યરત થઇ છે. તેથી વધુ તરુણો ને વેક્સિનેશન કરવાનો લક્ષ્યાંક છે ત્યારે આજથી જિલ્લામાં તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,, આ વેકસીનેસન મહાઅભિયાનમાં શાળાના માન્ય વયજુથ ધરાવતા વિદ્યાર્થીઓ એ કોરોના સામે રક્ષણ મેળવવા માટે ઉત્સાહ પૂર્વક વેકસીન નો પ્રથમ ડોઝ લીધો હતો..સાથે જ વિદ્યાર્થીઓ એ તમામ ને વેકસીન લેવા અપીલ પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here