છોટાઉદેપુર જિલ્લામાં નવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે જિલ્લામાં આવેલા માઈ મંદિરોને સજાવવામાં આવ્યા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લામાં ધામધૂમ પૂર્વક નવરાત્રી પર્વની ઉજવણી નિમિત્તે ભારે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લામાં આવેલ માઈ મંદિરો ને સજાવવામાં આવી રહ્યા છે અને રંગરોગાન કરી તથા ડેકોરેટ કરી લાઈટોથી જગમગાટ કરવામાં આવી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં તારીખ 15 ઓક્ટોબર અને રવિવારથી શરૂ થતા માં અંબાના સારદીય નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શક્તિ ની આરાધનાના આ પર્વમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવ દિવસ નવચંડી યજ્ઞ હોમ હવન પૂજા આરતી તથા પ્રસાદીનું આયોજન વિવિધ મંદિરોમાં કરવામાં આવ્યું છે જ્યારે ઠેર ઠેર જગ્યાએ ઘરોમાં માં અંબાના ગરબાની સ્થાપના વિધિવત રીતે કરવામાં આવશે
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર શહેરમાં શરૂ થતા નવરાત્રી પર્વ નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોરોના કાળનો ભયંકર કપરો સમય વિતાવ્યા બાદ પ્રજામાં ધીરે ધીરે તહેવારો ઉજવવા અંગે ઉમંગ જોવા મળી રહ્યો છે જે અંગે છોટાઉદેપુર નગરમાં વિવિધ ગરબા ગ્રાઉન્ડ ની તૈયારીઓને આખરી આપવામાં આવી રહ્યો છે જ્યારે ગ્રાઉંડની સજાવટ કરવામાં આવી છે જેમાં નગરમાં શ્રી કાલિકા માતાના મંદિરનો ચોક, રાજપુત ફળિયા,નિર્મળ સોસાયટી, લાયબ્રેરી રોડ, શ્રીજી સોસાયટી, ગુરુકૃપા તથા પોલીસ લાઇન જેવા વિસ્તારોમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ઢોલીના તાલે યુવતીઓ અને યુવાનો ગરબે ઘુમવા થનગની રહ્યા છે.

રવિવાર તારીખ 15 ઓક્ટોબરથી શરૂ થતા માં અંબા નું આરાધનાના પર્વમાં ધામધૂમ પૂર્વક ઉજવણી અને ગરબા રમવા માટે ચણીયા ચોળી મળી રહ્યું છે બજારોમાં ચણિયાચોળી ખરીદવા યુવતીઓનો ભારે ઘસારો જોવા મળે છે સાથે સાથે ગરબાની સ્થાપના માટે બ્રહ્માંડ નું પ્રતીક ગરબો ખરીદવા પણ લોકો આવતા જોવા મળી રહ્યા છે આવનારા દિવસોમાં નવરાત્રી નું પ્રારંભ થાય અને નવે નવ દિવસ ધામધૂમ પૂર્વક નવરાત્રી પર્વ ઉજવાય વરસાદ વિલન બને નહીં તેની આશા સાથે નવરાત્રી પર્વ ઉજવવા યુવક યુવતીઓ અને ભક્તો આશા બાંધી ને બેઠા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here