બોડેલી : ચલામલી વેપારી મંડળે બપોરના બે વાગ્યા બાદ સ્વૈચ્છીક દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને અનેક ગામોમાં વેપારી મંડળ અને ગ્રામ પંચાયતના સરપંચ સહિતના સભ્યોએ બેઠક યોજી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કર્યો છે ત્યારે બોડેલી તાલુકાના ચલામલી ગામે વેપારીઓ અને દુકાનદારોએ આજે યોજેલ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો કે ૩૦ એપ્રિલ સુધી સવારે ૮ થી બપોરે ૨ વાગ્યા સુધી તમામ દુકાનો ચાલુ રાખવામાં આવશે ૨ વાગ્યા બાદ તમામ દુકાનો સ્વૈચ્છીક બંધ રાખવામાં આવશે.જેમાં ઇમર્જન્સી દુકાનોમાં મેડિકલ સ્ટોર,દવાખાના અને શાકભાજીની દુકાનો ખુલ્લી રાખવા અંગેનો નિર્ણય જે તે ઇમર્જન્સી દુકાનદાર પર છોડવામાં આવ્યો હતો.ચલામલીમાં પણ ગત સપ્તાહે યોજવામાં આવેલ આરટીપીસીઆર ટેસ્ટિંગ કેમ્પમાં ૧૩૯ દુકાનદારો અને તેમના કામદારોએ કરાવેલ કોવીડ ૧૯ ટેસ્ટિંગમાં ૫ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ મળી આવી હતી.ચલામલીના ગ્રામજનો પણ વેપારીઓએ અને દુકાનદારોએ લીધેલ સ્વૈચ્છીક લોકડાઉનના નિર્ણયને આવકાર્યો છે આમ કોરોના મહામારીમાં વેપારીઓએ બોલાવેલી બેઠકમાં આજથી જ બપોરે ૨ વાગ્યા બાદ લેવામાં આવેલ સ્વૈચ્છીક લોકડાઉનના નિર્ણયને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here