બોડેલી : ગાંધીનગર પ્રાથમિક શાળાનો બીજો ઓરડો પણ જર્જરિત… બાળકો-શિક્ષકોના માથે તોળાતું જોખમ

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાના અમાદરા ગામ પાસેની ગાંધીનાર પ્રાથમિક શાળાનો બીજો ઓરડો પણ અંદર,બહારથી ખુબ જ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે જે વિદ્યાર્થીઓ,શિક્ષકો માટે બેસવા યોગ્ય નથી, હાલ આ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૭ ના બાળકો અભ્યાસ કરે છે જેમાં માત્ર બે જ ઓરડા આવેલ છે જેમાંનો એક ગતરોજ કોરોના રસીકરણ કેમ્પ દરમિયાન તેની પ્લાસ્ટિકની છત કકડભૂસ થઈને ૭ લાભાર્થીઓ અને કોરોના વોરિયર્સ ઉપર ધડામ દઈને પડતા સહુ છત નીચે દબાઈ ગયા હતા.પ્લાસ્ટિકની છત હોવાથી કોઈને જાનહાની થઇ નહોતી.બીજી તરફ કોરોના મહામારીમાં શાળાઓમાં શૈક્ષણિક કામકાજ બંધ હોવાથી બાળકો ઘરે રહીને ઓનલાઇન અભ્યાસ કરતા હોવાથી શાળામાં ન આવતા હોવાથી મોટી દુર્ઘટનાને ટાળી શકાઈ છે પરંતુ આ શાળામાં માત્ર બે જ ઓરડા આવેલા છે જેમાં ધોરણ ૧ થી ૭ ના વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે જેમનો એક ઓરડો સિંટેક્સનો બનાવેલો છે જે સરકારની ગાઇડલાઇન અનુસાર વાપરવાનો નથી કેમ કે સરકારના શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે રાજ્યની તમામ શાળાઓમાં બનાવેલ સિન્ટેક્સ અને એલ એન્ડ ટી ના ઓરડાઓ વિદ્યાર્થીઓને બેસવા લાયક નથી જેથી તેનો ઉપયોગ કરવો નહિ.તેમ છતાં પ્રાથમિક શાળાના આચાર્ય સહીત અધિકારીઓ વિદ્યાર્થીઓને બેસવા માટે ઓરડાઓની બીજી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી બાળકોને જોખમરૂપી ઓરડાઓમાં બેસાડવામાં આવી રહ્યા છે જયારે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો વહીવટીતંત્ર શાળાના શિક્ષકો કે અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળી દે છે આમ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવામાં આવે છે અહીંયા ગાંધીનગર પ્રાથમિક શાળામાં પણ બીજો ઓરડો પણ અંદર,બહારથી એટલીહદે મોટી તિરાડો જોવા મળી રહી છે ચોમાસામાં પણ ઓરડામાં ખુબ પાણી પડે છે જે વિદ્યાર્થીઓ કે શિક્ષકો માટે બેસવા યોગ્ય નથી.આ શાળાના બંને ઓરડાઓ વિદ્યાર્થીઓ માટે જોખમરૂપ છે તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે ગુજરાત સરકારના હાલ ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્યએ છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં ઓરડાઓની ઘટ બાબતે રજૂઆત કરી હતી સરકાર શિક્ષણના સુધાર માટે અનેક મોટું બજેટ ફાળવે છે ત્યારે જર્જરિત ઓરડોને તોડી નવીન ઓરડા વિદ્યાર્થીઓના હિતમાં કેમ બનાવતી નથી? તેવી શાળામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓ ચર્ચા કરી રહ્યા છે ગાંધીનગર પ્રાથમિક શાળામાં બંને ઓરડાઓનું ઉપલા અધિકારી નિરીક્ષણ કરી તે બેસવા લાયક છે કે કેમ? તે દિશામાં કાર્યવાહી હાથ ધરી ઓરડાઓનું નવીનીકરણ વિદ્યાર્થીઓના હિતમાં થાય તેવી માગણી ગ્રામજનોએ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here