ડભોઈ ડિવિઝનના ડી.વાય.એસ.પી કલ્પેશસિંહ સોલંકીની બદલી થતા વિદાય સમારંભ યોજાયો

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ ડિવિઝન ના ડી.વાય.એસ.પી કલ્પેશસિંહ સોલંકી ની વડોદરા શહેર ખાતે બદલી થતા ડભોઈ પટેલ વાડી ખાતે તઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.2018 થી 2022 સુધી 4 વર્ષ જેટલા સમયગાળા માં તેઓએ ખૂબ જ નિષ્ઠાપૂર્વક તેમજ ઈમાનદારી થી ફરજ બજાવી.વડોદરા જિલ્લા ના ડભોઇ તાલુકા સહિત વાઘોડિયા તેમજ કરજણ ડિવિઝન માં પણ તેવો એ સેવા આપી છે.

ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલ બદલીઓ માં તેઓની બદલી વડોદરા શહેર ખાતે કરવામાં આવતા ડભોઇ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા તેઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ડભોઈ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા તેમજ વડોદરા ગ્રામ્ય ના ડી.એસ.પી રોહન આનંદ,ડભોઇ પી.આઈ. એસ.જે.વાઘેલા સહિત ડભોઇ પોલીસ સ્ટાફ તેમજ ડભોઇ નગર ના આગેવાનો,નગરપાલિકા ના કોર્પોરેટરો,તેમજ ડભોઇ ના પત્રકાર મિત્રો દ્વારા ડી.વાય.એસ.પી કલ્પેશસિંહ સોલંકી ને તેઓની ઉમદા કામગીરી બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આવનાર દિવસો માં ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here