છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીત ભીલે ઇદે મિલાદના ઝુલુસને આવકારી દાન કરતાં કોમી એકતાની મહેંક પ્રસરી

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

કવાંટમાં બિરસા મુંડા સર્કલ પર ઝૂલુશમાં નીકળેલા મુસ્લિમ બિરાદરો સાથે હાથ મિલાવી આવકાર આપ્યો
કવાટ નગરમાં ઈદે મિલાદનું જુલુસ નીકળ્યું ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલે ઉમળકા તેનું સ્વાગત કર્યું હતું. જુલુસમાં જોડાયેલા મુખ્ય વ્યક્તિઓ સાથે હાથ મિલાવી તેઓએ 1500 રૂપિયા દાનમાં પણ આપ્યા હતા. રણજીતભાઈએ કોમી એકતાની મિશાલ સમાન કાર્ય કરતાં તેઓના આ સકારાત્મક અભિગમને પગલે સૌ કોઈ તેઓને અભિનંદન પાઠવી રહ્યા છે.
કવાંટમાં ઇદે મિલાદનું જુલુસ નીકળ્યું ત્યારે બિરસા મુંડા સર્કલ પાસે રણજીતભાઈ ભીલે મુસ્લિમ બિરાદરોના જુલુસને આવકારી તેઓ સાથે મુલાકાત કરી હતી. મુખ્ય વ્યક્તિઓ સાથે હાથ મિલાવ્યા હતા. સદભાવના પ્રગટ કરતા દાન માટે રકમ પણ આપી હતી. રણજીતભાઈ ભીલ આદિવાસી કાર્યકર્તા હોવાની સાથે તાજેતરમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જેવા બંધારણીય હોદ્દા પર પણ બિરાજમાન છે ત્યારે તેઓના આ અભિગમથી સમાજને એક નવો સંદેશ મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here