બોડેલીના ફાંટા ગામે ટવેરા કાર સાથે યુવકને નગ્ન કરી જાહેરમાં માર મારતો વિડિઓ સોશિયલ મીડિયા વાયરલ થતા ચકચાર…

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલી તાલુકાના ફાંટા ગામે ટવેરા કાર સાથે બાંધી નગ્ન કરી જાહેરમાં યુવકને બે રહમીપૂર્વક માર મારતો વિડિઓ સોશ્યલ મીડિયા વાયરલ થયો છે આડા સબંધના કારણે યુવકને માર માર્યો હોવાની ચર્ચા જાગી છે. તેમજ પીડિત યુવક બોડેલીના ઊંચાપાન ગામનો હોવાનું સામે આવ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં જાહેરમાં માર મારતો વિડિઓ ફરી એક વાર સામે આવ્યો છે ગઈકાલે નસવાડીના ધનિયા ઉમરવા ગામે એક મહિલાને માર મારતો વિડિઓ થયો હતો. યુવકને માર મારતો સોશ્યલ મીડિયા વાયરલ થતા તાલુકા સહિત જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

છોટાઉદેપુર ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડએ આ બાબતે જણાવ્યું હતું કે નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા ગામે એક મહિલાને જાહેરમાં માર મારતો વિડિઓ વાયરલ થયેલ તથા બોડેલી તાલુકાના ફાંટા ગામે એક યુવકને જાહેરમાં મારઝૂડ કરતો વિડિઓ વાયરલ થયેલ. એ બાબતે આવા જાહેરમાં મારઝૂડ કરે છે તેઓની વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ વિભાગ જિલ્લાની પ્રજાને અપીલ કરે છે આવા વિડિઓ બનાવી વાયરલ કરે તેની જગ્યાએ પોલીસને જાણ કરે. આવા વિડિઓ વાયરલ કરનાર વિધુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં અવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here