નર્મદા જિલ્લામાં કોરોનાના ભય વચ્ચે રક્ષાબંધન સાદાઇથી ઉજવણી

રક્ષાબંધન
તસ્વીર

બહેનોએ કોરોના વાયરસ જલદી નાબૂદ થાય તેવી પ્રાર્થના કરી

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લામાં કોરોના વાયરસ વચ્ચે સાદગીથી રક્ષાબંધનનો પર્વ ઉજવાયો જેમાં બહેને ભાઈને રાખડી બાંધી કોરોના જેવી મહામારીથી બચાવવા અને આ વાયરસ વહેલી તકે દેશ દુનિયા માંથી સંપૂર્ણ નાબૂદ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.

રાજપીપળાના ઘણા વિસ્તારો રેડ ઝોનમાં હોય જેથી આ વિસ્તારોમાં જવું મુશ્કેલ છે જ્યારે ઘણા સ્થાનિક લોકો કોરોનાના ભયના કારણે રાજપીપળા શહેરમાંથી અન્ય શહેરમાં સગાઓના ત્યાં ઉપડી જતા આ વર્ષે રક્ષાબંધનનો પર્વ ફિકો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here