બોડેલીનાં મંજીપુરા ગામમાં એક ઘરના ઓટલા પર શરૂ કરવામાં આવેલી પ્રાથમિક શાળાને ૩૫ વર્ષ પુરા થતા કેક કાપી શાળાના ૩૬ માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી..

બોડેલી,(છોટાઉદેપુર) ચારણ એસ વી :-

૩૫ વર્ષ પહેલા તારીખ ૨૭ ૮ ૧૯૮૭ નાં બોડેલીનાં મંજીપુરા ગામે એક મકાનના ઓટલા પર ધોરણ એક થી ત્રણ ની શરૂ કરવામાં આવેલી પ્રાથમિક શાળા નાં આજે ૩૫ વર્ષ પુરા કરી ૩૬ માં વર્ષ મા પ્રવેશ કરતા સ્થાપના દિનની ઉજવણી કરવામા આવી હતી.બોડેલી બીઆરસી કોર્ડીનેટર વિશાલભાઈ પંડ્યા , તાલુકા શિક્ષણના પ્રમુખ સંદીપભાઈ જયસ્વાલ , શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ ઘનશ્યામ પંચોલી મહામંત્રી યોગેન્દ્રભાઈ પટેલ તેમજ તાલુકા અધ્યક્ષ અશોકભાઈ ગઢવી સાથે અલીખેરવા નાં સરપંચ શ્રીમતી ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવા , અગ્રણી રમેશભાઈ બારીયા સહિત આસપાસની વિવિધ શાળાઓના આચાર્યાં અને શિક્ષકોની ઉપસ્થિતિમાં કેક કાપી કરવામાં આવી ઉપસ્થિત મહાનુભાવોને શાળાના શિક્ષક રાજાભાઈ ચોકસીએ મંજીપુરા અલી ખેરવા પંચાયતમાં આવેલી આ સ્કૂલ ના ૩૫ વર્ષે થતા તેની બર્થ ડે કેક કાપીને ઉજાવવા માં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here