બોડેલીથી જબુગામ જતા મેરીયા બ્રિજ પાસે હાઇવે નંબર 56 પર મસ મોટા ખાડા પડતા વાહન ચાલકોમાં એક્સિડન્ટનો ભય…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી થી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશની જોડાતો હાઇવે નંબર 56 પર મોટા ગાબડા પડવા હોવાથી એવું કે મેરીયા બ્રિજ ઉપર પણ તિરાડ પડેલી જોવા મળે છે આ ખાડાને બચાવવા કેટલાક મોટરસાયકલ વાળા સ્લીપ મારી ગયેલા છે અને આ બોડેલી જબુગામ હાઈવે ઉપર રેતી નો સ્ટોક હોવાથી અને મધ્યપ્રદેશને જોડાતો હાઇવે હોવાથી અહીંયા ટ્રાફિક ખૂબ જ વધુ માત્રામાં જોવા મળે છે ત્યારે આજુબાજુના ગામડા ના મોટરસાયકલ લઈને આવતા બોડેલી ખરીદી કરવા આ ખાડામાં પાણી ભરેલું હોય ત્યારે ખાડો કેટલો ઊંડો છે તે ખબર નથી પડતી અને મોટરસાયકલ વાળા ને અકસ્માત થાય છે તેવું પણ જાણવા મળ્યું છે અને ખાડો બચાવ જતા મોટા વાહનોમાં ભરાઈ જવાની પણ બીક રહે છે માટે મોટરસાયકલ વાળા એક પાણીવાળા ખાડામાં નાખે ત્યારે પણ મોટરસાયકલ ખાડામાંથી બહાર જમ્પ મારીને પડી જાય છે માટે તંત્ર વહેલી તકે જાગે અને આ મેરીયા બ્રિજ ઉપર તિરાડ પડી છે અને આગળ પણ ખાડા પડેલા છે તે ખાડા પૂરવામાં આવે તેવી લોક માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here