બોડેલીના ચાચકમા ખાનગી સ્કૂલ તપોવન વિદ્યાલયમાં તસ્કરો ત્રાડકીયા…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ ચાચકમાં ખાનગી સ્કૂલ તપોવન વિદ્યાલયમાં પાછળના ભાગેથી ઓફિસની લોખંડ ગ્રીલ વાળી બારી તોડીને તસ્કરો ઓફિસમાં પ્રવેશ કરી સ્કૂલની તિજોરીમાં મુકેલ ફાઈલો તેમજ સ્કૂલના કાગળો તિજોરીમાંથી બહાર કાઢીને ફેદી નાખી આ હતા અને આ સ્કૂલની તિજોરીમાં મુકેલા સત્ર ફીના રૂપિયા ૨૦હજાર લઈ ચોરો રફુ ચક્કર થઈ ગયા હતા તપોવન સ્કૂલના ક્લાર્ક ઓફિસ ખુલતા ઓફિસની અંદર આજુબાજુ ફાઈલો તેમજ તિજોરીના મુકેલ કાગળિયા ફેદી વળીયા હતા ત્યારે આ ઓફિસનું આવીબારી તૂટેલી જોતા એવું લાગ્યું કે ચોરી થઈ છે અને તપોવન વિદ્યાલયમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા રાજપુત હંસરાજ સિંહ બોડેલી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી ત્યારે બોડેલી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here