બાબરા તાલુકાના ચરખા ગામે છેલ્લા બે દિવસથી વિસીઈ હડતાલ પર હોવાથી ખેડુતો હેરાન

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

ચરખા ગ્રામ પંચાયતના સભ્ય અને ખેડુત આગેવાન ઉકેશભાઈ શીયાણી દ્વારા આક્રોસ

હાલ સમગ્ર ગુજરાતમાં વિસીઈ યુનિયન હડતાલ ઉપર હોવાથી સમગ્ર ગુજરાત ના લોકો હેરાન થઈ રહ્યા છે. ખાસ કરીને ખેડુતો ને ઓનલાઇન મગફળી ની નોંધણી કરવા સહિતના કામો વિસીઈ મારફત થતા હોવાથી કામો અટકી પડ્યા છે.
બાબરા તાલુકાના ચરખા ગામે બે દિવસ થી ખેડુતો ઓનલાઈન મગફળીની નોંધણી કરાવવા માટે હેરાન થઈ રહ્યા છે. વિસીઈ કોઈ ધ્યાન દેતા નથી જો ખેડુતો ને એક વ્યક્તિના કારણે એક ગામમા આટલું હેરાન થવુ પડતુ હોય તો તાલુકાના ખેડુતો ની હાલત શું હશે ? ચરખા ગ્રામ પંચાયત ના સભ્ય અને ખેડુત આગેવાન ઉકેશભાઈ શીયાણી દ્રારા આ બાબતે આક્રોસ વેક્ત કર્યો છે અને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ગતિશીલ સરકાર ખેડુતો માટે નિષ્ફળ ગઈ છે અને નિષ્ફળ સરકાર ગતિશીલ સરકારના કારણે ખેડુતોની હાલત ખરાબ થઈ રહી છે માટે સરકારે વહેલી તકે વિસીઈની માગ પુરી કરી હડતાલ પુર્ણ કરાવી ખેડુતો સામે જુવે તેવી માગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here