આયસર ટ્રકમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિતનાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

કુલ બોટલ નંગ-૬૪૨૦ કિ.રૂ.૨૫,૮૧,૫૦૦/- ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કુલ કિં.રૂ.૩૩,૮૭,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

ભાવનગર રેન્જ આઇ.જી. અશોક કુમાર સાહેબ નાઓએ પ્રોહિબીશનના વેંચાણ, સંગ્રહ અને હેર-ફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા ભાવનગર રેન્જ હેઠળ આવતા ત્રણેય જિલ્લાઓના પોલીસ દળને જરૂરી સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લા પોલીસને દારૂની બદી દુર કરવા તથા દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોય ગોઠવી, તેમને પકી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે આજરોજ તા.૨૬/૦૫/૨૦૨૨ ના શરૂ રાત્રીના અમરેલી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે અમરેલી – લાઠી રોડ ઉપર આવેલ વરસડા ગામથી આગળ આયસર ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી, તેમની સામે ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઃ

પ્રકાશ રતન ડાગી (પટેલ), ઉ.વ.૩૧, રહેગામ રખ્યાવલ, કાલીમંગરી, તા,માવલી, જિ.ઉદેપુર (રાજસ્થાન)

મુદામાલ → પકડાયેલ

ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રિમીયમ વ્હીસ્કીની ૭૫૦ ML ની બોટલો ભરેલ કુલ પેટી નંગ – ૧૦૦, (બોટલ નંગ ૧૨૦૦) જેની કિં.રૂ.૬,૨૪,૦૦૦/- તથા મેકડોવેલ નંબર ૧ સુપીરીયલ વ્હીસ્કીની ૭૫૦ ML ની બોટલો ભરેલ કુલ પેટી નંગ – ૪૩૫ (બોટલ નંગ પ,ર૦) જેની કિ.રૂ.૧૯,૫૭,૫૦૦/- મળી કુલ પેટી નંગ – ૫૩૫, (કુલ બોટલ નંગ-૬૪૨૦), કિં.રૂ.૨૫,૮૧,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧, કિં.રૂા.૫,૦૦૦/- તથા આયસર ટ્રક રજી. નં. GJ-06-BT-8125, કિં.રૂ.૮,૦૦,૦૦૦/ તથા ભુંસુ ભરેલ સફેદ કલરના બાચકા નંગ – ૫૫ કિ.રૂ.૦૦/- તથા એક તાડપત્રી કિં.રૂ.૫૦૦/- મળી કુલ કિંમત રૂ.૩૩,૮૭,૦૦૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here