તુલસી શ્યામ મંદિર તેમજ આસુદ્રાળી નેસની મુલાકતે ગાંધીનગરની પત્રકાર એકતા સંગઠન ટીમ…

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

બાબરિયાવાડ કાઠી સમાજ ના ઇસ્ટ દેવ શ્રી શ્યામ સુંદર ભગવાન તુલસીશ્યામ…

તુલસી શ્યામ મંદિર ની મુલાકતે પત્રકાર એકતા સંગઠન ની ટીમ આવી પહોચી

ગીર સાસણની ગરિમા એશિયાટિક લાયનથી વધે છે તો એની સાથે સાથે ગીર સાસણના જંગલોમાં આવેલા ધાર્મિક સ્થળો લોકો માટે આસ્થાનું અને વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યા છે. સાવજોની ભૂમિ એવું ગીર સાસણ આમ તો ત્રણ જિલ્લાઓને જોડે છે અમરેલી, જુનાગઢ, અને ગીર સોમનાથ એટલે કે જેટલું ગીર આપણે પ્રિય છે. આથી જ અનેક યાત્રાધામો આ ગીરની ભૂમિ પર જોવા મળે છે. પરંતુ આ બધા સ્થળોમાં એક ખાસ સ્થળ છે જે પ્રવાસીઓને આકર્ષે છે એ છે તુલશીશ્યામ ગાઢ જંગલ વચ્ચે શ્રી શ્યામ સુંદર ભગવાન નું આ મંદિર રહસ્યમય છતાં ચિત્તને શાંતિ આપે એવું છે. ગરમ પાણીના ઝરા અને ઘેઘુર ઝાડવાઓ વચ્ચે આવેલ તુલશીશ્યામ એક અકલ્પનીય સ્થળ છે. તુલસી શ્યામ મંદિરના પટાંગણમાં આવેલ ગરમ પાણીના કુંડ પ્રવાસીઓ માટે સૌથી રહસ્યમય અને કુતુહુલ ઉભું કરે છે . તુલસીશ્યામ જંગલમાં આવેલ સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ધરાવતું સ્થળ છે. કે જ્યાં ઢાળ વાળા રસ્તા પર કોઈપણ ઇંધણ કે ચાલક ન હોય તો પણ ને બ્રેક વગર ગાડી એમ જ ચાલતી જાય છે. અહી જમીનમાં એટલું ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ હોવાના કારણે અહીથી પસાર થતી ગાડીને જકડી રાખે છે. જે અહી આવતા પ્રવાસીઓ માટે રહસ્યમય ઘટના અને અનુભવ થાય છે.તુલસી શ્યામની ઉપર નાની ટેકરી પર ભગવાન વિષ્ણુ અને રૂક્ષ્મણીજી નું મંદિર છે. અંદાજે ૪૦૦ પગથીયા ચઢી ને આ ડુંગર પર પહોંચી શકાય છે.તુલસી શ્યામમાં રાતવાસો કરવા માટે સુંદર આશ્રમ છે અને અન્નક્ષેત્ર પણ અવરીત પણે ચાલુ હોય છે.સુંદર પ્રકૃતિને માણવા સાવજની ગર્જના સાંભળવા અને પક્ષીઓના કલરવનો આનંદ માણવો હોય તો તુલસી શ્યામ એક અજોડ જગ્યા છે તુલસીશ્યામ ધામમાં યાત્રિકોની સેવા કરનાર મેનેજર શ્રી ગોંડલીયા તેમજ સિરાજભાઈ તેમજ મનુભાઇ ધાખડા વડવાળા અને રાજુભાઈ ગોસ્વામી ભીખાભાઈ કોટીલા દરેક યાત્રીકોને જમવા રહેવાની ઉત્તમ સગવડ ની વ્યવસ્થા કરે છે તુલસીશ્યામ નજીક આવેલ આસુદ્રાળી નેસ ની મુલાકાતે ગાંધીનગરથી પત્રકાર એકતા સંગઠન ની ટીમ આવી પહોચી તુલસીશ્યામ નજીક આવેલ આસુદ્રાળી નેસ મા પત્રકાર એકતા સંગઠન પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા પત્રકાર એકતા સંગઠન ના ગુજરાત પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા ગાંધીનગર તેમજ પ્રદેશ આર ટી સેલ સમીરભાઈ બાવાણી ઝોન-૯ પ્રભારી ભરતસિંહ રાઠોડ સહપ્રભારી દિનેશભાઈ કલાલ અને પત્રકાર એકતા સંગઠન અમરેલી જિલ્લાના પ્રભારી રસિકભાઈ વેગડા, અમરેલી જિલ્લા પત્રકાર એકતા સંગઠન ના ઉપપ્રમુખ પ્રતાપભાઇ વરૂ બાલાનીવાવ, લોકાર્પણ દૈનિક અમરેલી જીલ્લા બ્યુરો ચીફ જયસુખભાઇ સોજીત્રા કવિ આપા હર દાન ગઢવી મજાદર, રવિરાજભાઈ વરૂ બાલાનીવાવ જેમાં આઈશ્રી કુંવર માં ના સાનિધ્યમાં કવિ આપા હર દાન ગઢવી મજાદર આઈ ના સાનિધ્યમાં સરજુ દુહા છંદદ નો લહાવો માણ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here