બાબરા તાલુકાના બળેલપીપળીયા ગામે ખેતીવાડી વીજ કનેક્શનમાં લો-વોલ્ટેજના કારણે પીજીવીસીએલ કચેરીમાં ખેડૂતોનો હલ્લાબોલ…

બાબરા, (અમરેલી) હિરેન ચૌહાણ :-

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો….

ધારાસભ્યની દરમિયાનગિરી અને આંદોલનની ચીમકી થી તંત્ર ઝુક્યું ટુક સમયમાં ખેડૂતોનો વીજ પ્રશ્ન નિવારણકરવાની ખાત્રી અપાઈ

બાબરા તાલુકામાં ખેતરોમાં હાલ મોસમ ચાલી રહી છે ખેડૂતો ખેતીમાં કામમાં લાગી ગયા છે કપાસ મગફળી,સહિત મગ,ચણા,ઘવ સહિતના પાકો નું વાવેતર કરવામાં આવ્યું છે પણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પાવર સમય મર્યાદામાં તેમજ લોવોલ્ટેજ આવતો હોવાથી ખેડૂતોને રાતદિવસના ઉજાગર થઈ રહ્યા છે અને પોતાના પાક પિયત નહિ થતું હોવાથી ચિંતા સતાવી રહી છે અનેકવાર ખેડૂતો દ્વારા બાબરા ખાતે પીજીવીસીએલની કચેરીમાં રજુઆત કરેલ પણ ફરિયાદ ધ્યાને નહીં લેવામાં આવતા ખેડૂતો રોષે ભરાય હતા.
ત્યારે તાલુકાના બળેલ પીપળીયાના આશરે ૫૦ થી વધુ જેટલા ખેડૂતોએ બાબરા પીજીવીસીએલ કચેરીમાંમાં ધામાં નાખી હલાબોલ કરતા અધિકારીઓ હરકત માં આવી ગયા હતા.
ખેડૂતો વીજ પ્રશ્ન ને લઈ પીજીવીસીએલની કચેરીએ આવેલ હોવાની જાણ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને થતા તેઓ ચૂંટણી કાર્યમાં વ્યસ્ત હોવા છતાં ખેડૂતોની વ્હારે આવી જવાબદાર અધિકારીને કડક સૂચનાઓ આપી બળેલ પીપળીયા ગામ તેમજ તાલુકાના અન્ય ગામોના ખેતરમાં વીજ પ્રશ્ન તાકીદે સોલ કરવામાં આવે જો તંત્ર ખેડૂતોના પ્રશ્ન નિવારણ માટે ઢીલાશ બતાવશે તો આગામી દિવસોમાં કચેરી સામે ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચારી હતી
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે વધુમાં જણાવ્યું હતું હાલ ખેતીમાં પાક ની સિઝન ચાલી રહી છે ખેડૂતો ખરીફ પાક તેમજ શિયાળુ પાક લેતા હોય છે ત્યારે પાણી અને લાઈટ સમય મર્યાદામાં તો ખેડૂત અપેક્ષિત પાક મેળવી શકે તાલુકા બળેલ પીપળીયાના ખેત વીજ જોડાણમાં લો વોલ્ટેજ નો પ્રશ્ન તાકીદે નિવારણ કરવા તેમજ તાલુકાના અન્ય ગામના ખેત વીજ જોડાણમાં પણ લો વોલ્ટેજના પ્રશ્નો હોય તેનો સર્વે કરી નિવારણ કરવા જવાબદાર અધિકારીઓને સૂચનાઓ આપેલ છે બળેલ પીપરિયા ના સરપંચ મનસુખભાઈ દુધાત પૂર્વ સરપંચ રામભાઈ આહીર નંદલાલ દુધાત પૂર્વ તલાટી દુધતભાઈ સત્તાની સહિતના વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here