પંચમહાલ જિલ્લામાં વધુ ૨૮ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૨૮ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં ઘોઘંબા તાલુકાના ગુણેશીયા ગામમાં સમાવિષ્ટ મેઘવાળ ફળિયું, રીંછીયા ગામનું અંબાલી ફળિયું, વીરાપુરા ગામનું મંદિર ફળિયું, ફરોળ ગામનું નવ ગામ પાલ્લી વિસ્તાર, નવાગામનું મકવાણા ફળિયું, ગુંડી ગામનું વચલું ફળિયું, હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ મહારાજા-બી સોસાયટી, એશિયાડનગર-૦૬, મનુસ્મૃતિ-૦૫, ગાયત્રી સોસાયટી (કણજરી રોડ), લકુલીશનગર-૦૪, પૂંજાપાર્ક (જાંબુડી રોડ), રણછોડનગર-૦૨, રાધિકાનગર, આમ્રપાલી-૦૧ ડી, ચિત્રકૂટ સોસાયટી, આલોક એપાર્ટમેન્ટ (કણજરી રોડ), ઓમનગર, રાહ તળાવ, હાલોલ તાલુકાના બાસ્કા ગામનું ખોડિયારનગર વિસ્તાર, પાનેલાવ ગામનું રોડ ફળિયું, બાસ્કા ગામનો જનતા કોલોની વિસ્તાર, શિવરાજપુર ગામનો મહાદેવ મંદિર વિસ્તાર, જૂની કાંકરા ડુંગરી ગામનું બારિયા ફળિયું, શહેરા તાલુકાના તરસંગ ગામનું જૂના વણકરવાસ વિસ્તાર, બામરોલી બુજર્ગ ગામનું નિશાળ ફળિયું, ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ મહાવીરનગર-૦૮ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here