બાબરા નગરપાલિકા વિસ્તારમાં સાફ સફાઈનો અભાવ… ગંદકીના સામ્રાજયથી લોકો પરેશાન

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

કચરા પેટીઓ ખાલી કરવા નો સમય પાલિકા પાસે નથી, જ્યા ત્યા કચરા ના ઢગલા જોવા મળી રહ્યા છે

બાબરા નગરપાલિકા દ્વારા અનેક વિષતારોમાં કચરો ભરવા માટેની પેટીઓ મુકવામાં આવેલ છે પરંતુ કોઈ દિવસ કચરાનો નિકાલ કરવામાં નથી આવતો. બાબરા ખાતે રાજકોટ-ભાવનગર રોડ ઉપર કરીયાણા ચોકડી પાસે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. બાબરા પાલિકા દ્વારા કચરાનો કોઈ જ નિકાલ કરવામાં નથી આવતો. અને જો કોઈ બીમારી ફેલાશે તો તેના જવાબદાર કોણ ?
બાબરા ખાતે પાલિકા દ્રારા કચરા પેટીઓ મુકવામાં આવેલ છે પણ આ પેટીઓ હાલમાં આખી ભરાઈ ગયેલી હાલતમાં છે. પણ પાલિકા પાસે ખાલી કરાવવા નો સમય નથી અહી રહેતા લોકો, દુકાનદારો સહિતને ખુબજ તકલીફ પડી રહી છે. અને પાલિકાનું પેટનું પાણી હલી રહ્યું નથી. રાજકોટ-ભાવનગર હાઈવે રોડ પર નાખેલ કચરા પેટીઓમાં થી લગભગ છેલ્લા એક થી દોઢ મહિના થી પેટીઓ ની સાફ સફાઈ કરવામા આવેલ નથી. તો શું પાલિકાને આ વાત ની જાણ નથી? કે પછી બધુ જાણે છે છતા આંખ આડા કાન કરી રહ્યા છે? જો આના કારણે કોઈ રોગ ફેલાશે તો તેના જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here