અમરેલી તથા રાજકોટ જીલ્લાની વાહન ચોરીનો મુદામાલ કબ્જે કરી બે ઇસમની અટકાયત કરી ચોરીના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરતી બાબરા પોલીસ ટીમ

બાબરા, (અમરેલી) હિરેન ચૌહાણ :-

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર નાઓ એ રેન્જ ના જીલ્લાઓમા બાઇક ચોરી, લુટ જેવા ગુન્હામા સંડોવાયેલ આરોપીઓ તથા મિલકત સબંધીત ગુન્હાઓના આરોપીઓને પકડી પડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી જીલ્લા મા ગે.કા પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધ મા કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ મિલકત સબંધી અનડિટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે પો.સ્ટે વિસ્તારમા સઘન પેટ્રોલીંગ કરવા તેમજ આરોપીઓ શોધી કાઢવા અમરેલી જીલ્લા પોલીસ ને સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી આર.ડી.ચૌધરી પોલીસ ઇન્સપેકટર બાબરા પોલીસ સ્ટેશનનાઓએ ચોક્કસ બાતમીના આધારે વાંડળીયા ગામે થી બે ઇસમોને ૬ મો.સા સાથે પકડી પાડેલ અને મો.સા બાબતે ઉપરોકત ઇસમોને પુછપરછ કરતા મો.સા ના કોઇ સાધનીક કાગળો નહી હોવાનુ જણાવેલ અને બન્ને ઇસમોએ અલગ અલગ જગ્યા એ થી મો.સા ચોરી કરી મેળવેલ હોય જે મો.સા ઓ પૈકી એક મો.સા રાજકોટ એ ડી.વી.પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૦૨૨૧૩૦૮/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ તથા બાબરા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૨૦૭૯૯/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ના ગુન્હાઓ ડીટેકટ કરી બાબરા પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારૂ રાજકોટ એ.ડીવી.પો.સ્ટે નાઓને જાણ કરવા તજવીજ કરેલ છે.

પકડાયેલ આરોપી :- (૧) લાલજીભાઇ કિશોરભાઇ સોલંકી ઉ.વ.૨૫, ધંધો.મજુરી રહે.વાસાવાડ

તા. ગોંડલ, જી.રાજકોટ

(૨) રાજ કિશોરભાઇ ગોરાસવા ઉ.વ.૨૦ ધંધો.મજુરી રહે.જેતપુર, પાંચપીપળા રોડ તા.જેતપુર જી.રાજકોટ

શોધાયેલ ગુન્હાઓ :- (૧) રાજકોટ શહેર એ ડી.વી.પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૦૨૨૧૩૦૮/૨૦૨૨ (૨) બાબરા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૨૦૭૯૯/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here