બંધ મકાનના તાળા તોડી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત 47500 ની ચોરી,વેજલપુર પોલીસ દ્વારા તપાસ શરૂ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ગોધરા તાલુકાના જીતપુરા ગામમાં બસ સ્ટેન્ડ સામે રહેતા કોન્ટ્રાક્ટર જયદીપસિંહ વિક્રમસિંહ સોલંકી પોતાના પરિવાર સાથે પોતાના દીકરાને ત્યાં વડોદરા મુકામે ગત શુક્રવારે રહેવા ગયેલા ત્યાર બાદ સોમવારના રોજ તેમના ભાણાએ તેઓને જણાવેલ કે તેમના ઘરનું તાળું મારેલું છે અને ચોરી થઇ હોવાનું જણાઈ રહ્યું છે જેથી તેઓ સપરિવાર પોતાના ઘરે આવતા ઘરમાં જોતા તપાસ કરતા તા ૨૦ ની રાત્રીના સમયે ચોરોએ ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી તથા કબાટ તોડી નાખી તેમાંથી રોકડા રૂપિયા ૨૦,૦૦૦ સોનાની વીંટી બે આશરે પોણા બે તોલા જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦/ ચાંદીના છડા ની એક જોડ કિંમત રૂપિયા ૨,૦૦૦/ચાંદીના સિક્કા નંગ ૬ વજન ૩૦ ગ્રામ કિંમત રૂપિયા ૪,૦૦૦/ ચાંદીના જોલા બે રૂ૧૫૦૦/ એમ મળી કુલ રૂપિયા ૪૭,૫૦૦/ ની ચોરી થઇ હોવાનું જણાઈ આવતા વેજલપુર પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ઇપીકો કલમ 457 380 મુજબ ગુનો નોંધી અજાણ્યા તસ્કરો નું પગેરું મેળવવાની કવાયત તેજ કરી પી.એસ.આઈ.એન.એમ.રાવતે તપાસ હાથ ધરી છે. તસ્કરો એ અન્ય એક ઘરમાં પણ ચોરીનો પ્રયાસ કરેલ હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here