કાલોલ તાલુકાના કાતોલ ગામમાં પ્રેમ સંબંધની જુની અદાવતે ધાકધમકી અને મારામારીની પાંચ ઇસમો સામે ફરિયાદ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના કાતોલ ગામમાં આવેલા નિશાળ વાળા ફળિયામાં રહેતા જગદીશ કુમાર રતિલાલ પરમારે ફરિયાદ નોંધાવી જેની વિગતો મુજબ ગત જાન્યુઆરી માસ દરમિયાન તેઓની ભત્રીજી વંદનાબેન તે મનહરલાલ અમરસિંહ પરમારની દીકરી ધીરજભાઈ લલ્લુભાઈ ખાંટના દીકરા મર્હુમ અજયભાઈ ધીરજભાઈ ખાંટ સાથે પ્રેમ સંબંધ ધરાવતી હોવાથી બંને જે તે સમયે ભાગી ગયેલા અને સગા સંબંધીઓએ શોધખોળ કરી ત્રણેક દિવસ બાદ શોધી લાવ્યા અને ત્યારબાદ સરપંચ મારફતે સમાધાન પણ થઈ ગયેલ જેથી જે તે સમયે આ બાબતની કોઈ ફરિયાદ થઇ નહોતી સદર બનાવ બાદ ધીરજભાઈ નો દીકરો અજય કુમાર કોઈક બીમારી કે અન્ય કારણે મરણ પામેલ જે અંગેની કાલોલ પોલીસ મથકે જે તે સમયે નોંધ કરાવેલ ઉલ્લેખનીય છે કે અજયભાઈ ના મરણ સમયે તેના કુટુંબીજનોએ છોકરી પક્ષ ઉપર હત્યા કરાયી હોવાનો આક્ષેપ કરેલ હતો. સદર બાબતની અદાવત રાખીને ગત મંગળવારના રોજ સાંજના પાંચ વાગ્યે અનિલભાઈ ધીરજભાઈ ખાટ તથા ભયલીભાઈ ટીનાભાઈ ખાટ તથા ધીરજભાઈ લલ્લુભાઈ ખાટ ,ભુપેન્દ્રભાઈ પ્રવીણભાઈ ખાટ જગદીશ ભાઈ ના ઘરે આવીને અમારે છોકરી લઈ જવાની છે અને આપણા છોકરા ની પત્ની તરીકે લઈ જવાની છે તેમ કહીને ગાળો બોલતા જેથી ગાળો બોલવાની ના પાડતાં ગદડા પાટુ નો માર માર્યો અને ઉશ્કેરાઈ જઈને ધીરજભાઈ એ હાથમાંની લાકડી કવિતાબેન અને ભાવનાબેન ને મારી દીધેલી આ બાબતે બૂમાબૂમ થતા ટોળા ભેગા થઇ જતા લોકોએ તેમને છોડાયેલા ત્યારબાદ લાલાભાઇ મણિલાલ ખાટ આવી પહોંચ્યા હતા જેઓએ પણ ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઈજા પામેલ મહિલાઓને ખાનગી દવાખાનામાં સારવાર કરાવી ફરિયાદ નોંધાવતા પોલીસે જાહેરનામાનો ભંગ અને ધાક ધમકી આપી મારામારી કરવા બદલનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here