મોરબી : કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2023

મોરબી, આરીફ દીવાન :-

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા સવાર /બપોર જયરત્ન બિલ્ડીંગ નવાપુરા વડોદરા માં આજરોજ તારીખ 13 જુન 2023 ને મંગળવારના દિવસે સવારે 09:00 કલાકે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલું જેમાં મુખ્ય મહેમાન તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના સભ્ય શ્રી નીપાબેન પટણી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિશેષ ઉપસ્થિતિમાં સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર શ્રી ધર્મેશભાઈ પટણી વોર્ડ પ્રમુખ શ્રી નલિનભાઈ પોથીવાલા તેમજ મહામંત્રી શ્રી મનીષભાઈ વાઘ અને મનીષભાઈ પટેલ હાજર રહ્યા હતા. તેમજ પીએચસી સેન્ટરના સ્ટાફ તથા શાળાના મુખ્ય શિક્ષક શ્રી હરેશભાઈ રાઠોડ અને વિરલભાઈ વ્યાસ તથા શાળા પરિવાર ની ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાડી, બાલવાટિકા અને ધોરણ :- ૧ માં નવીન પ્રવેશ આપેલા બાળકોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ મા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું કે જેમણે CET કોમન એન્ટ્રાન્સ ટેસ્ટમાં મેરીટ માં સ્થાન પામેલ અને પાસ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યાર બાદ પરિસરની મહેમાનોએ મુલાકાત લીધા બાદ શાળા પ્રવેશોત્સવ 2023 કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here